By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વૃદ્ધ દંપતીને બંધક બનાવી ૫૦ તોલા સોનુ, ડોલરની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > વૃદ્ધ દંપતીને બંધક બનાવી ૫૦ તોલા સોનુ, ડોલરની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર
Breaking NewsGeneralGujarat Now

વૃદ્ધ દંપતીને બંધક બનાવી ૫૦ તોલા સોનુ, ડોલરની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર

HM News
Last updated: 24/02/2020 2:47 PM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,તા.૨૪
વલસાડના બુધલાઈ ગામમાં આવેલા ગંગા ફાર્મ હાઉસમાં રાત્રે ૧૦થી ૧૫ જેટલા લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ ફાર્મ હાઉસમાં હાજર વૃદ્ધ દંપતી અને મજૂરોને બંધક બનાવી ૫૦ તોલા સોનુ, ડોલર અને રોકડા પાંચ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અમેરિકાની સિટીઝનશીપ ધરાવતા દંપતી ૯ મહિના પહેલા જ વતન પરત ફર્યા હતા.
વૃદ્ધા રૂક્ષમણીબેન આર પટેલે જણાવ્યું હતું કે, તેઓના બે દીકરા અમેરિકામાં રહે છે જ્યારે એક દીકરો વલસાડ જિલ્લાના બુધલાઈ ગામમાં આવેલા ગંગા ફાર્મ હાઉસમાં રહે છે. તેઓ અમેરિકાની સિટીઝનશીપ ધરાવે છે. ખેતીના કામ અર્થે ૯ મહિના પહેલા અમેરિકાથી વતન પરત ફર્યા હતા. ગત રોજ રાત્રે પોણા એક વાગ્યા આસપાસ ૧૦થી ૧૫ જેટલા લૂંટારૂ ધસી આવ્યા હતા. પહેલાં મજૂરોને માર મારી બંધક બનાવી લીધા હતા. જેથી દરવાજો ખોલી જોવા જતા હાથ ખેંચી જમીન પર પટકી પાડયા હતા. જેથી બૂમાબૂમ કરતા મોં પર હાથ મૂકી ધમકી આપી હતી.
લૂંટારૂઓ મોં પર રૂમાલ અને હાફ પેન્ટ અને શર્ટ પહોરી આવ્યા હતા. લૂંટારૂઓએ વૃદ્ધાના પતિને અંદર ઘૂસી બંધ બનાવી લીધા હતા. ત્યારબાદ હાલના આંકડા પ્રમાણે ૫૦ તોલા સોનુ, પાંચ લાખ રોકડા અને ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ૨.૩૦ વાગ્યા આસપાસ લૂંટારૂઓ તમામ મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને ફાર્મ હાઉસનો દરવાજો પાંચ વાગ્યા સુધી ન ખોલવાની ધમકી આપી ભાગી ગયા હતા. ત્યારબાદ ગભરાઈ ગયેલા વૃદ્ધ દંપતી અને મજૂરોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી લૂંટારૂઓનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

યુદ્ધ દરમિયાન રશિયાનું સમર્થન કરવા બદલ ચીન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, USએ આપ્યા આ સંકેત
પલસાણા દસ્તાન ફાટક ઉપર ઓવરબ્રિજની અધૂરી કામગીરી બાબતે વિરોધ કરવા ગયેલ 30 થી વધુ કોંગી કાર્યકરો ડીટેન
બિહારની જ્યોતિ સબ ઈન્સ્પેક્ટર બનતા જ પતિને ભૂલી ગઈ, ખેતર વેચીને અભ્યાસ પૂરો કરાવ્યો!
તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો
હાથમાં લોહી નીતરતું ચાકુ લઈને પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યો, ‘સાહેબ, પ્રેમિકા બ્લેકમેઇલ કરતી હતી, મારી નાખી’
TAGGED:ડોલરની લૂંટતોલા સોનુલૂંટારૂઓ ફરાર
Share This Article
Facebook Email Print
Previous Article ઘોર કળિયુગ..!! જમીન બાબતે પુત્રએ પિતાની ધારીયાના ૧૦ ઘા મારી હત્યા કરી
Next Article ઓવરટેક કરવા બાબતે યુવકને ઢોર માર મારતા મોત, એકની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up