નવી દિલ્હી : બિલિયોનેર અનિલ અગ્રવાલની કંપની વેદાંત લિમિટેડના ઓઈલ અને ગેસ ડિવિઝન કેર્નના સીઈઓ અજય દીક્ષિતે આ મહિનાના અંતે રાજીનામું આપી દેવાની જાહેરાત કરી દીધી છે.આઠ વર્ષ પહેલાં વેદાંતે આ કંપની ટેકઓવર કરી ત્યારથી અત્યાર સુધીમાં આ પાંચમા સીઈઓનું રાજીનામું પડ્યું છે.દીક્ષિત ગયા વર્ષે એપ્રિલમાં કેર્ન ઓઈલ એન્ડ ગેસના સીઈઓ નિયુક્ત થયા હતા.આ અગાઉ તેઓ વેદાંતના એલ્યુમિનિયમ અને પાવર બિઝનેસના સીઈઓ હતા.ચાલુ મહિનાના અંતે તેમનો કોન્ટ્રેક્ટ પૂરો થાય છે.તેમણે કહ્યું હતું કે તેઓ એક્સટેન્શન નથી ઈચ્છતા.કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં નિવેદન કરીશું.


