– વેપારીઓ અને નાગરિકો પર ભરોસો રાખીને સરકાર આગળ વધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ના વેપારી અને ઉદ્યોગ આલમને ખુશખબર આપતા એમ કહ્યું છે કે ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર કેન્દ્ર અને રાજ્ય સ્તરના વ્યાપાર ને લગતા 6000 જેટલા નિયમોને રદ કરશે.વેપારીઓને અને ધંધા-ઉદ્યોગ વાળાઓને વધુ સરળતા રહે તેવો માહોલ ઉભો કરવામાં આવશે.વડાપ્રધાને કહ્યું કે દરેક ચીજમાં સરકારની દખલગીરી થી વાત બગડે છે અને સમાધાન ની જગ્યાએ અવરોધો ઊભા થઈ જતા હોય છે માટે કેન્દ્ર સરકાર એમ માને છે કે ચાલુ વર્ષે જ કેન્દ્ર અને રાજ્ય સ્તરના 6000 જેટલા વધારાના વ્યાપારિક નિયમો ને સમાપ્ત કરી દેવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના નાગરિકોને વેપારીઓ પણ સંપૂર્ણપણે ભરોસો રાખીને આગળ વધવા માંગે છે અને એમના પર નિયમોનો ફંદો રાખવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.નિયમોના પાલન નો બોજો હટે તો વેપાર કરવામાં વધુ સરળતા મળશે.વડાપ્રધાને કહ્યું છે કે હવે તો નવી ટેકનોલોજીઓ પણ આવી ગઈ છે માટે દરેક વસ્તુ માટે વારંવાર ફોર્મ ભરવાની પ્રક્રિયા ને સરકાર સમાપ્ત કરવા માંગે છે અને વેપારીઓ પર તેમજ દેશના નાગરિકો પર પૂરેપૂરો ભરોસો રાખીને કેન્દ્ર સરકાર આગળ વધશે અને એટલા માટે જ 6000 થી પણ વધુ વધારાના નિયમો રદ કરવામાં આવશે અને આ પગલું ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
પીએલઆઈ સ્કીમ અંગેના વેબીનારને સંબોધન કરતી વેળાએ વડાપ્રધાને આ મુજબની જાહેરાત કરી હતી અને એવી માહિતી પણ આપી હતી કે પીએલઆઈ યોજના માટે રૂપિયા બે લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.