By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વેપારીઓ માટે આનંદની વાત , GST ક્રેડિટ મીસમેચમાં લેવાયો ખાસ નિર્ણય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વેપારીઓ માટે આનંદની વાત , GST ક્રેડિટ મીસમેચમાં લેવાયો ખાસ નિર્ણય
GeneralNational

વેપારીઓ માટે આનંદની વાત , GST ક્રેડિટ મીસમેચમાં લેવાયો ખાસ નિર્ણય

HM News
Last updated: 28/12/2022 11:30 AM
HM News
3 years ago
Share
SHARE

GST ક્રેડિટ મીસમેચ હોય તેવા કિસ્સામાં જીએસટી વિભાગ દ્વારા નોટિસ ફટકારી ક્રેડિટ રિવર્સ કરવા માટે ફરજ પડાતી હતી.તે માટે વેપારીઓ દ્વારા રજૂઆત કરાવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નહોતી.પરંતુ સીબીઆઇસીએ પરિપત્ર બહાર પાડતા વેપારીઓને લાભ થવાનો છે, કારણ કે વેપારીએ મીસમેચ ક્રેડિટ લીધાની નોટિસ આપવામાં આવી હોવા છતાં વેપારીઓ દ્વારા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે તો ક્રેડિટ રિવર્સ કરવી નહીં પડે.

5 લાખથી વધુના મીસમેચના કેસોમાં સર્ટિફિકેટ લઇ અધિકારી સમક્ષ રજૂ કરવો પડશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ એક્સાઇઝ (સીબીઆઇસી) દ્વારા વેપારીઓની સરળતા માટે મીસમેચ માટેના કેસોમાં રાહત આપતો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.સીબીઆઇસી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ જીએસટીઆર-2બી અને જીએસટીઆર3 બીમાં મીસમેચના કેસમાં હવે જો મીસમેચનો આંકડો 5 લાખથી ઓછો હોય તો વેપારીએ સપ્લાયર પાસેથી માલ ખરીદ્યા અંગેનું સર્ટિફિકેટ લઇ રજૂ કરવો પડશે. 5 લાખથી વધુના મીસમેચના કેસોમાં સીએ કે સીએસ પાસેથી સર્ટિફિકેટ લઇ અધિકારી સમક્ષ રજૂ કરવો પડશે.

મીસમેચ માટેની નોટિસો મોકલાઈ રહી હતી

જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જીએસટી વિભાગ દ્વારા હાલ મોટી સંખ્યામાં વેપારીઓને નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 માટેના કેસોમાં મીસમેચ માટેની નોટિસો મોકલાઈ રહી હતી.જેમાં વેપારીઓના જીએસટીઆર 2એ અને જીએસટીઆર3બીમાં દર્શાવેલા આંકડાઓ અલગ હોય તો વેપારીઓથી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.કેટલાક કેસોમાં તો વેપારીઓને લીધેલી ક્રેડિટ પર રિવર્સ કરવી પડી હતી.જે અંગે દેશભરમાં વેપારીઓ,સીએ અને સંગઠનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.

સીબીઆઇસીએ મંગળવારે એક પરિપત્ર જારી કર્યા

આ તમામને ધ્યાને રાખી સીબીઆઇસીએ મંગળવારે એક પરિપત્ર જારી કર્યા હતો.જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મીસમેચના કેસોમાં ડિપાર્ટમેન્ટ દ્વારા કેટલીક બાબતોની તપાસ કરવામાં આવશે.જેમ કે વેપારીઓ પાસે માલનું બિલ છે
કે નહી,માલ વેપારી સુધી પહોંચ્યો છે કે નહીં અને વેપારીએ પેમેન્ટ ચૂકવ્યું છે કે નહી તેની તપાસ થયા બાદ જો મિસમેચની રકમ ૫ લાખથી ઓછી હોય તો માલ વેચનાર પાસે માલ વેચ્યા અને ટેક્સ ચૂકવ્યા હોવાનું સર્ટિફિકેટ લઇ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવું પડશે જ્યારે જો 5 લાખથી વધુના કેસોમાં સીએ કે સીએસ પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે.

સીએ કે સીએસનું સર્ટિફિકેટ ઓફિસર સમક્ષ રજૂ કરી શકાશે

સીબીઆઇસીના નવા પરિપત્રથી સુરત સહિત દેશભરના વેપારીઓને મોટો ફાયદો થશે.અત્યાર સુધી જીએસટીઆર-2એ અને જીએસટીઆર-3બીના મિસમેચના કેટલાક કેસોમાં વેપારીઓને લીધેલી ક્રેડિટ પણ પરત કરવી પડવી હતી.જોકે હવે 5 લાખથી ઓછી રકમના કેસમાં સપ્લાયર પાસેનું સર્ટિફિકેટ રજૂ કરી શકાશે,જયારે તેનાથી વધુના કેસોમાં સીએ કે સીએસનું સર્ટિફિકેટ ઓફિસર સમક્ષ રજૂ કરી શકાશે.

૧૯ વર્ષના અલકારાઝની મેડ્રિડ ઓપનમાં ઐતિહાસિક જીત : વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને
ઓલપાડના ઉમરા ગામે બુટલેગર દારૂ સગેવગે કરી રહ્યા હતા ત્યારે ફિલ્મી ઢબે પોલીસે એન્ટ્રી મારી
સુધરે એ બીજા ! કથિત કોરોના પ્રૂફ ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ફરી દેખાયા સ્ટેજ પર માસ્ક વગર, ફોટો પડાવવાની લ્હાયમાં સરપંચો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને સચીન વાઝે વચ્ચે શું કડી છે ?
ખેડૂત આંદોલન : આજે 28મો દિવસ, સરકાર સાથે મંત્રણા કરવી કે નહી તેનો નિર્ણય કરાશે આજે
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં થર્ટી ફર્સ્ટ માટે ઘરમાં સંતાડેલો દારુ ઝડપાયો, 2ની ધરપકડ
Next Article ખેડા : નાયબ મામલતદારનું ઘરમા આકસ્મિક મોત, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up