નવી દિલ્હી તા. ૧૩ : ખરાબ સ્થિતિમાં રહેલા તેમજ બંધ થવાના આરે પહોંચેલા નાના ઉદ્યોગોની મદદ માટે સરકાર નાદારી કાયદામાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. વાણીજ્ય મંત્રાલયે એક યોજના બનાવીને નાણા મંત્રાલયને સોંપી છે અને ટુંક સમયમાં તેનું એલાન થશે.સરકાર તરફથી આપેલા નિવેદનમાં તેની જાણકારી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નાદાર થઇ ચુકેલા નાના ઉદ્યોગોને રાહત આપવા માટે સરકાર તેને બીજીવાર ઉભી કરવામાં દરેક પ્રકારની મદદ કરશે.તેના માટે તે કંપનીઓના પ્રવર્તક અને શેરધારકમાં ભાગ લઇ શકશે.નાના ઉદ્યોગોને રાહત આપવા માટે નાદારી કાયદાની ધારા ૨૯-એમાં ફેરફાર કરવામાં આવશે.સાથે તેને કાયદા ૨૪૦ના હેઠળ અધિસૂચિત કરવામાં આવશે.તેના સરકારને નાની કંપનીઓની મદદ માટે વિશેષ અધિકાર મળી જશે.
ધારા ૨૯એ હેઠળ નાદાર થઇ ચૂકેલા કંપનીના પ્રવર્તક અને શેર ધારક તેને ઉગારવા માટે બોલીમાં સામેલ થઇ શકશે નહીં.વિશેષજ્ઞોનું કહેવું છે કે નાની કંપનીઓના કેસમાં આવું કરવું યોગ્ય નથી.કારણ કે બહારના રોકાણકારોને નાની કંપનીઓમાં રસ હશે નહીં.સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ એમએસઓઇને ગેરંટી મુકત લોનને સુવિધા આપવાની ઘોષણા કરી હતી.

