સુરત : સુરતના વેસુમાં શુભ યુનિવર્સલમાં ઓરેન્જ વેલનેસ નામે સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડી સ્પા મેનેજર અને ચાર લલનાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે સ્પા માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે.જો કે સ્પા માલિક મહિલા છે કે પુરૂષ તે અંગે મેનેજરને ચૌક્કસ માહિતી નહીં હોવાથી પોલીસ મુંઝવણમાં મુકાઇ છે.ઉમરા પોલીસે બાતમીના આધારે વેસુના શુભ યુનિવર્સલના પહેલા માળે દુકાન નં. 83/એ, 105, 106 અને 107 માં ઓરેન્જ વેલનેસ નામે સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડયા હતા.જયાંથી સ્પા મેનેજર સુષમા નવનાથ કાંબલે (ઉ.વ. 37 રહે. 309, શાસ્ત્રીનગર, ઉધના અને મૂળ. 2/7, ટેલર ચાલ, ઘાટકોપોર-વેસ્ટ, મુંબઇ, મહારાષ્ટ્ર) ઉપરાંત ચાર લલનાને ઝડપી પાડી હતી.જયારે સ્પામાં મસાજ કરાવવા આવનાર એક આધેડ સહિત બે ગ્રાહક પણ હતા.સુષમાની પૂછપરછમાં સ્પામાં મસાજ માટે આવનાર ગ્રાહક પાસેથી રૂ. 1 હજાર તથા શરીરસુખ માણનાર પાસેથી રૂ. 2 હજાર વસુલતા હતા અને ગ્રાહક દીઠ લલનાને રૂ. 500 ચુકવતા હતા.પોલીસે સ્પામાંથી રોકડા રૂ. 13,800 અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 23,800 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે સ્પા માલિક નિરૂ ભુપસિંહ શર્માને વોન્ટેડ જાહેર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે નિરૂ ભુપસિંહ શર્મા મહિલા છે કે પુરૂષ તે અંગે સ્પા મેનેજર સુષમાને પણ અજાણ હોવાથી પોલીસ મુંઝવણમાં મુકાઇ છે.