– હિન્દુ કેલેન્ડરનો બીજો મહિનો એટલે વૈશાખ
– ભગવાન વિષ્ણુની ઉપાસનાનું ખુબ છે મહત્ત્વ
– ઓમ માધવાયઃ નમઃનો જાપ કરતા રહો
વૈશાખ મહિનો હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષનો બીજો મહિનો છે.હિંદુ સંવત્સરનું નવુ વર્ષ ચૈત્રથી શરૂ થાય છે તેથી આ હિંદુ કેલેન્ડરમાં બીજો મહિનો કહેવાય છે.વૈશાખ મહિનામાં દાન અને ગંગા સ્નાન કરવાથી વ્યક્તિને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વૈશાખ મહિનો માધવમાસના નામથી પણ ઓળખાય છે.જેનો અર્થ થાય છે ભગવાન શ્રીકૃષ્ણનો મહિનો.આ મહિનામાં ભગવાન વિષ્ણુની ઉપાસનાનું ખુબ મહત્ત્વ હોય છે. ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનાથી જીવન સુખમય રહે છે.
21 એપ્રિલ, 2023થી વૈશાખ મહિનો શરૂ
હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાનો આરંભ 21 એપ્રિલ શુક્રવારના રોજથી થાય છે. વૈશાખ મહિનો 19 મે શુક્રવારનો રોજ પુર્ણ થશે.
વૈશાખ મહિનાનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે.આ મહિનામાં સ્નાન દાન કરવાનું ઉત્તમ માનવામાં આવે છે.આ મહિનામાં પૂજા પાઠ કરવાથી વ્યક્તિ પોતાના કષ્ઠોમાંથી મુક્ત થાય છે.વૈશાખ મહિનામાં જળનું દાન કરવુ જોઇએ.આ મહિનામાં શ્રદ્ધા ભાવથી જપ,તપ,હવન,સ્નાન,દાન વગેરે શુભ કાર્યો કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે.આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને જળ,ગોળ,સત્તુ,તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને બધા પાપ દુર થાય છે.વૈશાખ મહિનામાં માટીના ઘડાનું દાન કરવાની પરંપરા છે.
વૈશાખ મહિનામાં આ કામ અવશ્ય કરો
વૈશાખ મહિનામાં ગીતા પાઠ અવશ્ય કરો.આ મહિનામાં કથાનું આયોજન પણ કલ્યાણકારી માનવામાં આવે છે.આ મહિનામાં મનુષ્યો અને પશુ પક્ષીઓને અન્ન અને જળ દાન અવશ્ય કરો.વૈશાખ મહિનામાં દિવસમાં સુવાનુ વર્જિત માનવામાં આવે છે.આ મહિનામાં બે વખતથી વધુ જમવુ પણ અનુચિત માનવામાં આવે છે.આ મહિનામાં સુર્યાસ્ત બાદ ભોજન ન કરવુ જોઇએ.આ મહિનામાં સવારે મોડે સુધી ન સુવુ જોઇએ.આ માસમાં ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે.આ મહિનામાં ઓમ માધવાયઃ નમઃ મંત્રનો જાપ કરતા રહો.