નવી દિલ્હી : તા.20 જૂન 2022 સોમવાર : ભારતે આ વર્ષે જૂનના શરૂઆતી 20 દિવસમાં જ રશિયા પાસેથી 33.11 કરોડ ડોલરના કોલસાની આયાત કરી છે.આ ગયા વર્ષની સરખામણીએ છ ગણુ વધારે છે. આ સિવાય ભારત કાચા તેલનુ પણ રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે આયાત કરી રહ્યુ છે.આંકડા અનુસાર 20 દિવસમાં રશિયાની સાથે ભારતના તેલ વેપારનુ મૂલ્ય 31 ગણાથી વધીને 2.22 અરબ ડોલર થઈ ગયુ. આ સમયગાળામાં ઓઈલની ખરીદી સરેરાશ 111.08 કરોડ ડોલર પ્રતિ દિવસ હતી,જે છેલ્લા ત્રણ મહિનામાં ખર્ચ કરવામાં આવેલા 3.11 કરોડ ડોલરથી ત્રણ ગણુ વધારે છે.
વૈશ્વિક પ્રતિબંધો છતાં ભારત દ્વારા રશિયા પાસેથી આયાત કરવામાં આવેલા કોલસામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે.ઉલ્લેખનીય છે કે રશિયા કોલસા પર 30 ટકા સુધીની છુટ આપી રહ્યુ છે.કેટલાક દેશો દ્વારા પ્રતિબંધ લગાવ્યા છતાં ભારતે રશિયા પાસેથી કોઈ વેપાર રોક્યો નથી.ભારતે કહ્યુ છેકે યુક્રેનમાં હિંસા ખતમ થવી જોઈએ પરંતુ રશિયા પાસેથી અચાનક વસ્તુઓની ખરીદી બંધ કરવાથી વૈશ્વિક ભાવોમાં ઉથલ-પાથલ મચશે અને તેમના ગ્રાહકોને નુકસાન થશે.અમેરિકી અધિકારીઓએ ભારતને કહ્યુ છે કે રશિયા પાસેથી ઈંધણની આયાત પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ આમાં તેજી આવવી જોઈએ નહીં.યુરોપીય વેપારીએ રશિયા પાસેથી વેપાર રોકી દીધો,આનો ફાયદો સીધો ભારતીય ખરીદદાર ઉઠાવી રહ્યા છે.તે પરિવહન ખર્ચ કરતા ઘણો વધુ છે આમ છતાં રશિયા પાસેથી મોટા પાયે કોલસો ખરીદવામાં આવી રહ્યો છે.

