By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વૉશિંગ્ટનમાં તસ્કરોએ ગુજરાતી મૂળના ડોક્ટરની તેની જ કાર નીચે કચડીને હત્યા કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વૉશિંગ્ટનમાં તસ્કરોએ ગુજરાતી મૂળના ડોક્ટરની તેની જ કાર નીચે કચડીને હત્યા કરી
GeneralInternational

વૉશિંગ્ટનમાં તસ્કરોએ ગુજરાતી મૂળના ડોક્ટરની તેની જ કાર નીચે કચડીને હત્યા કરી

HM News
Last updated: 12/03/2022 5:48 AM
HM News
3 years ago
Share
SHARE

– ચોરોની ભાળ આપનારને 25 હજાર ડોલરના ઈનામની જાહેરાત
– ગર્લફ્રેન્ડની નજર સામે 33 વર્ષના રાકેશ પટેલની હત્યા કરીને ચોરો મર્સિડિઝ કાર ઉઠાવી ગયા

વૉશિંગ્ટન : વૉશિંગ્ટનમાં ગુજરાતી મૂળના ડોક્ટર રાકેશ પટેલની કાર ચોરીને તસ્કરોએ તેમની જ કાર નીચે કચડીને હત્યા કરી નાખી હતી.વૉશિંગ્ટન પોલીસે તસ્કરોની ટોળકીની માહિતી આપનારાને ઈનામ આપવાની જાહેરાત કરી છે.વૉશિંગ્ટનમાં ગુજરાતી મૂળના 33 વર્ષીય ડોક્ટર રાકેશ પટેલની લુટારૂ ટોળકીએ હત્યા કરી નાખી હતી.

રાકેશ પટેલ તેની ગર્લફ્રેન્ડને મળવા મર્સિડિઝમાંથી બહાર નીકળ્યા ત્યારે જ લુટારૂ ટોળકી ત્રાટકી હતી.આ તસ્કરોએ ડોક્ટરની સાથે ઝપાઝપી કરી હતી અને તેને બોનેટ ઉપર ચડાવી દીધા હતા.ત્યારબાદ મર્સિડિઝ લઈને તસ્કરો ભાગ્યા હતા.એ વખતે જ બોનેટ પરથી ડોક્ટર નીચે પડયા હતા.

તસ્કરોએ એ જ મર્સિડિઝથી રાકેશ પટેલ ઉપર ફેરવી દીધી હતી. ડો.રાકેશ પટેલનું તેની ગર્લફ્રેન્ડની નજર સામે ઘટના સૃથળે જ મૃત્યુ થયું હતું.આ ઘટનાની વૉશિંગ્ટનમાં ખૂબ જ ચર્ચા જાગી હતી.લોકોએ આવી ઘટના બાબતે સુરક્ષા એજન્સીઓને જવાબદાર ગણાવી હતી.

વૉશિંગ્ટન પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરવાની સાથે સાથે તસ્કરોની ભાળ આપનારાને 25 હજાર ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. 33 વર્ષીય ડૉ.રાકેશ પટેલ વૉશિંગ્ટનની મેડસ્ટાર હોસ્પિટલમાં કાર્યરત હતા અને ક્રિટિકલ કેર વિભાગમાં નિષ્ણાત તબીબ હતા.

એક કાર માટે રાકેશ પટેલની હત્યા થઈ જતા આક્રોશ ફેલાયો હતો.લોકોએ તાત્કાલિક લુટારૂ ટોળકીને પકડી લેવાની માગણી કરી હતી.વૉશિંગ્ટન પોલીસ તપાસ દરમિયાન કાર જપ્ત કરવામાં સફળ રહી હતી, પરંતુ આરોપીઓ કારને મૂકીને નાસી ગયા હતા.આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

કર્ણાટક હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : હિજાબ જરૂરી નથી
31 મે બાદ ફરીથી બે સપ્તાહ લંબાવાઈ શકે છે લૉકડાઉન, સુરત પણ છે આ લિસ્ટમાં
ભાગવતના ‘મુસ્લિમ’વાળા નિવેદન પર સંઘના કાર્યકરોનો પ્રશ્ન, શું ગોલવેલકરના સમયમાં આવું હતું?
MNSના કાર્યકરને મુંબ્રામાં નો-એન્ટ્રી
વલસાડમાં નો પાર્કિંગમાં પાર્ક ફોરેસ્ટ ઓફિસરની કાર પોલીસે લોક કરી, જૂની કલેકટર કચેરી નજીક કાર પાર્ક કરાતા કાર્યવાહી
Share This Article
Facebook Email Print
Previous Article યુક્રેનના સૂમીમાં ફસાયેલા ૬૭૪ વિદ્યાર્થીઓને લઈને ત્રણ વિમાનો ભારત પાછા ફર્યા
Next Article સોરી, ટેકનિકલ ભૂલથી સુપરસોનિક મિસાઈલ પાક.ની સરહદમાં પડી : ભારત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up