નવી દિલ્હી,તા.૧૭: વોટ્સએપ યુઝર્સ માટે સારાં સમાચાર છે.વોટ્સએપે હવે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી દીધી છે.વોટ્સએપે ભારતની પ્રમુખ બેંકો ICICI Bank, Axis bank, SBI અને HDFC સાથે પાર્ટનરશિપ કરીને પોતાની ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરી દીધી છે.આ ચાર બેંકોના કરોડો ગ્રાહકો વોટ્સએપની મદદથી ઓનલાઈન પૈસા મોકલી શકશે અને પૈસા એકાઉન્ટમાં મંગાવી પણ શકશે.આ સાથે જ કંપનીએ ફેસબુક ફ્યૂલ ફોર ઈન્ડિયા ૨૦૨૦ દરમિયાન જણાવ્યું કે,ટૂંક સમયમાં યુઝર્સ વોટ્સએપ દ્વારા હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી પણ ખરીદી શકશે.
વોટ્સએપે જણાવ્યું કે,સૈશે સાઈઝડ ઈન્શ્યોરન્સ પોલીસી ખરીદવા માટે કંપની એસબીઆઈ અને એચડીએફસી બેંક સાથે કામ કરી શકે છે.તમને જણાવી દઈએ કે, સૈશે સાઈઝડ ઈન્શ્યોરન્સ પોલિસી ખાસ જરૂરિયાત માટે લેવામાં આવે છે.તેનું પ્રીમિયમ ખૂબ જ ઓછું હોય છે.વોટ્સએપ દ્વારા એચડીએફસી પેન્શન અને પિનબોકસ સોલ્યૂશંસથી જોડાયેલી પોલિસી પણ ખરીદી શકાશે.આનાથી રિટાયરમેન્ટ બાદ બચત કરવામાં મદદ મળશે.જે લોકોને ઓર્ગેનાઈઝડ એમ્પ્લોઈમેન્ટ બેનિફિટ નથી મળતા અથવા તો કોઈ રિટાયરમેન્ટ પ્લાન નથી,તેમના માટે આ ફાયદારૂપ સાબિત થશે.