મુંબઈ: ટેલિકૉમ રેગ્યુલેટિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તરફથી દેશની દિગ્ગજ ટેલિકૉમ કંપની ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાના પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.આ બન્ને કંપનીઓ એરટેલ પ્લેટિનમ અને વોડાફોન-આઈડિયા RedX પોસ્ટપેડ પ્લાન મારફતે કેટલાક પસંદગીના યુઝર્સને હાઈસ્પીડ ડેટા સાથે ઉત્તમ સુવિધા પૂરી પાડી રહી હતી.જેના કારણે TRAIએ આ પગલુ ભર્યું છે.
TRAIએ બન્ને ટેલિકૉમ કંપનીઓએ આ પોસ્ટપેડ પ્લાન બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ પત્ર લખીને એ પણ પૂછવામાં આવ્યું છે કે,જો કોઈ ગ્રાહક વધારે પૈસા ચૂકવે, તો તેને અન્ય સામાન્ય યુઝર્સની સરખામણીએ પ્રાથમિક્તા કેમ આપવામાં આવી રહી છે? આ સાથે જ અન્ય યુઝર્સને કેણ ઓછી સુવિધા આપવામાં આવી રહી છે?
એરટેલ અને વૉડાફોનના પ્રવક્તાએ ટ્રાઈના આદેશ બાદ જણાવ્યું કે,અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી રહ્યાં છે.ટ્રાઈએ અમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.
એરટેલના પ્લેટિનમ પોસ્ટપેડ પ્લાનની પ્રાથમિક કિંમત 499 રૂપિયા છે.ગ્રાહકોને આ પ્લાનમાં 75 GB ડેટા રોલઓવરની સુવિધા સાથે મળશે.આ ઉપરાંત યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકે છે.આ સાથે જ કંપની યુઝર્સને એરટેલ એક્સટ્રીમ, Zee 5 અને એમેઝોન પ્રાઈમ પ્રિમિયમ એપનું સબ્સ્ક્રિપ્શન આપશે.

