વલસાડ, 18 મે : વોલપ્લાસ્ટ કંપનીએ પગાર ન આપ્યો જેથી વલસાડ જીલ્લામાં વાપી તાલુકાનાં કપરાડાના કાકડકોપરની વોલપ્લાસ્ટ કંપનીએ બે મહીનાનો પગાર નહીં ચૂકવાતા 56 મજૂરો વતન જવા પગપાળા નિકળ્યા છે.કાકડકોપર ગામે આવેલી વોલપ્લાસ્ટ કંપનીમાં 56 જેટલા કામદારોને બે માસનો પગાર મળ્યો નથી.જેથી કામદારોની હાલત કફોડી બની છે.કોન્ટ્રાક્ટરે જે રૂમમાં રહેતા હતા તે રૂમ પણ ખાલી કરાવી સાથે પૈસા પણ ન આપતા 56 કામદારો પગપાળા પોતાના વતન ઝારખંડ જવા સિવાય બીજો કોઈ સહારો રહ્યો નથી.લોકડાઉનમાં દરેક કંપની જેમણે મજૂરોને બે માસનો પગાર આપવો ફરજિયાત હોવાની સરકારની ગાઈડ લાઇન છે.આ ગાઈડ લાઈનને પણ કંપની સંચાલકો અને કોન્ટ્રકટર અમલ ન કરતા અનેક મજૂરો પૈસા વિના મજૂરોની હાલત કફોડી બનવા પામી છે.વાપીની પણ અનેક કંપનીઓમાં લોકડાઉનમાં પગાર ન ચૂકવાતા કામદારોની હાલત દયનીય બની ગઇ છે. જેથી કામદારો વતન જઇ રહ્યા છે.