સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકએ બજરંગ દળને ‘ખતરનાક સંગઠન’માં સામેલ કરવાની એમ કહીને ના પાડી દીધી કે તેનાથી તેમના કર્મચારીઓ પર હુમલો થઇ શકે છે અને ધંધાને પણ અસર થઇ શકે છે.અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના રિપોર્ટમાં જણાવાયું છે કે જૂન મહિનામાં દિલ્હીની બહાર એક ચર્ચ ઉપર હુમલો થયા બાદ આ માંગણી ઉભી થઈ હતી.
રિપોર્ટમાં ચર્ચ પર થયેલા હુમલા થયાનો ઉલ્લેખ
રિપોર્ટ મુજબ હુમલાખોરોએ એવો દાવો કર્યો હતો કે ચર્ચની જગ્યાએ હિન્દુ મંદિરની સ્થાપના થઈ હતી અને હુમલો કરનારાઓએ ત્યાં મૂર્તિ સ્થાપિત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બજરંગ દળના સભ્યોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
આ ફેસબુકની સલામતી ટીમની શોધ હતી
કંપનીની સલામતી ટીમ આ વર્ષે એક નિર્ણય પર પહોંચી હતી કે ભારતભરમાં લઘુમતીઓ વિરુદ્ધ બજરંગ દળ સમર્થિત હિંસાના કારણે સંગઠનને ‘ખતરનાક સંગઠન’ કહી શકે છે.જો કે,ફેસબુક ઇન્ડિયાએ આવા કોઈ પણ રિપોર્ટના પ્રશ્નને ટાળી દીધો.
‘બજરંગ દળની છબીને ખરાબ કરવાનો પ્રયાસ’
વીએચપીના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે વોલ સ્ટ્રીટ જર્નલ ભારતની છબીને ખરાબ કરનારના હાથમાં રમી રહ્યું છે.બજરંગ દળ અને વીએચપી સંઘ પરિવારનો ભાગ છે.સુરેન્દ્ર જૈને કહ્યું, ‘આ બજરંગ દળ પર હુમલો કરીને ભારતની છબીને બદનામ કરવાના કાવતરાનો ભાગ છે.અમે તેને સ્વીકારીશું નહીં અને વોલ સ્ટ્રીટ જર્નલ સામે કાયદાકીય કાર્યવાહી કરીશું. ‘
રાહુલે વીડિયો શેર કર્યો છે
આપને જણાવી દઈએ કે કેરળના વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વૉલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ દર્શાવતી એક ન્યૂઝ ચેનલના વિડિયોની ક્લિપ શેર કરતાં લખ્યું હતું કે, ‘સાબિત થાય છે કે ભારતમાં ભાજપ-આરએસએસ ફેસબુકને અંકુશમાં રાખી રહી છે
ફેસબુકે આ જવાબ આપ્યો
જોકે,ફેસબુકે કોઈ પણ રાજકીય પક્ષ પ્રત્યે તરફેણના આરોપોને નકારી દીધા છે.ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે અમે જોખમી સંગઠન અથવા વ્યક્તિને ટેગ કરેલા અથવા તે કયા પક્ષ સાથે સંકળાયેલા છે તેની રાજકીય સ્થિતિ જોતા નથી અમે અમારી નીતિઓ અનુસાર આમ કરીએ છીએ.વોલ સ્ટ્રીટ જર્નલને ફેસબુકના પ્રવક્તા એન્ડી સ્ટોન કે હોવેલને લખ્યું હતું કે બજરંગ દળના કારણે તેમનો સ્ટાફ અને બિઝનેસ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે અને તેને લઇ ચર્ચા થઈ હતી.આ સ્ટાન્ડર્ડ પ્રક્રિયાનો એક ભાગ હતો.