વોશિંગ્ટન: અમેરિકાની ચૂંટણીમાં ચાલી રહેલી મત ગણતરીના તનાવ વચ્ચે પાટનગર વોશિંગ્ટનમાં છરી હુલાવી દેવાની ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ હતી.એક જૂથ ગઈરાત્રીના વાશિંગ્ટન ડી સીમા છરાબાજી પર ઉતરી પડયું હતું.વહેલી સવારે 2.26 કલાકે આ ઘટના બની હતી અને ન્યુયોર્ક એવન્યુ પાસે આ જૂથને પોલીસે ઘેરી લીધુ હતું પણ તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.