– વ્યારામાં 14 મેએ થયેલી હત્યામાં પ્યાદાઓ સકંજામાં પણ માસ્ટર માઇન્ડ પહોંચથી દૂર
– કોર્ટમાંથી હવે 82 મુજબ વોરંટ ઇશ્યુ કરી ફરાર આરોપીના ઘર પર લગાવી દેવાયું
વ્યારા : વ્યારામાં 14 મેના રાત્રે કારમાં આવેલા 4 હત્યારાઓએ બિલ્ડરની જાહેરમાં હત્યા કરી હતી,જે હત્યા
પ્રકરણમાં સંડોવાયેલા કુલ 06 આરોપી પકડાયા હતા.સોપારી આપનાર નવીન ખટિકના રિમાન્ડ દરમિયાન પોલીસને હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી એવા
શકમંદ તરીકે જેનું નામ હતું.એવા તાપી જિલ્લાના બિલ્ડર વિજયભાઈ પટેલનું નામ બહાર આવ્યું હતું.જેને લઇને વ્યારા પોલીસે મુખ્ય આરોપી તરીકે વિજય પટેલને જાહેર કરી તેના નામનો વ્યારા કોર્ટમાંથી 70 મુજબનો વોરંટ ઈસ્યુ કર્યો હતો.
હાલ આરોપી એવા વિજય પટેલ ભૂગર્ભમાં ઉતરી જતા આજરોજ વ્યારા પોલીસે કોર્ટમાં 82 મુજબનો વોરંટ ઇસ્યુ કરી તેના ઘર સહિત અન્ય મિલકતો પર લગાવી દેવાયો હતો.તાપી જિલ્લા સહિત વ્યારા નગરમાં અત્યંત હાઈપ્રોફાઈલ અને ચર્ચાના ચકડોળે ચડેલા નિશીષ શાહ હત્યા પ્રકરણની વિગત એવી રીતે છે કે વ્યારા નગરના બિલ્ડર એવા નિશિષ શાહની ગત 14 મેના રોજ ચાર વ્યક્તિઓ તલવારના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી.પોલીસે વ્યારામાં રહેતા નવીન ખટીક નામના ઇસમે બિલ્ડર નિશિષ શાહને મોતને ઘાટ ઉતારવા 80 હજારની સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે.
આ બિલ્ડર પર જીવલેણ હુમલો કરનાર ચાર હત્યારાઓ પૈકી પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા અને નવીન ઉર્ફે રવી ચુડામણ (બંને રહે,અમરોલી-સુરત)ની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુનાને અંજામ આપ્યા બાદ અને ગુનાને અંજામ આપ્યા પહેલા મદદગારી કરનાર સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા) (રહે, બાબુ નગર, રામ કબીર મિલ-મઢી ) અને પરિમલભાઈ જસવંતભાઈ સોલંકી (રહે, બેઠેલ કોલોની, અંધારવાડી રોડ-વ્યારાની ) મનનું ઘન્ટાઈ સ્વાઇ રહે કાલી બસ્તિ સુરત તથા દેવા વિનોદ જાદવ (રહે બનપોલી ઓરીસ્સા)થી અટક કરાઈ હતી .
સોપારી આપનાર નવીન ભવરલાલ ખટીકની મહારાષ્ટ્રના પ્રકાશા ગામની સીમમાં વ્યારા પોલીસે અટક કરી હતી.અગાઉ વ્યારા પોલીસે જાહેર કર્યું હતું કે શકદાર આરોપી વિજયભાઈ મનસુખભાઈ પટેલએ વ્યારા બિલ્ડરની હત્યાના ગુનાનો મુખ્ય સૂત્રધાર છે.જે દિવસે ગુનો બન્યો પછી આરોપી વિજય પટેલ નાસતો ફરતો હોય.જેને લઇને વ્યારા પોલીસ દ્વારા કોર્ટમાં કાયમી ધરપકડનું 70 મુજ નું વોરંટ મેળવી લીધો હતો.
વ્યારા પોલીસ દ્વારા હત્યાના ગુનાનો આરોપી એવા વિજયભાઈ પટેલના વ્યારા નગરના વિવિધ વિસ્તારોમાં અને જાહેર સ્થળો પર પોસ્ટર લગાડી દીધા હતા,જે બાદ વ્યારા પોલીસે કોર્ટમાંથી 82 મુજબનું વોરંટ ઇસ્યુ કર્યું હતું,જેમાં 30 દિવસમાં વિજય પટેલ હાજર નહી થાય તો તેની મિલકત જપ્તીની કામગીરી હાથ ધરાશે.
જાહેર સ્થળો પર વિજય પટેલાના પોસ્ટર લગાવાયા
હાલ પોલીસે 82 મુજબનું કોર્ટમાંથી વોરંટ ઇસ્યુ કરી દેવાયું છે. 30 દિવસ બાદ મિલકત જપ્તીની કાર્યવાહીની તજવીજ હાથ ધરી દેવાશે.વ્યારા નગર સહિત વિવિધ સ્થળો તાપી જિલ્લા જાહેર સ્થળો પર વિજય પટેલના પોસ્ટર પોસ્ટર લગાવ્યા છે, જે કોઈને વિજય પટેલની જાણ હોય તે તાત્કાલિક વ્યારા પોલીસનો સંપર્ક કરે. – રાકેશ પટેલ, વ્યારા PI