By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વ્હેલ માછલીની અધધ..30 કરોડ રુપિયાની ઉલટી સાથે પકડાયા ત્રણ વ્યક્તિઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વ્હેલ માછલીની અધધ..30 કરોડ રુપિયાની ઉલટી સાથે પકડાયા ત્રણ વ્યક્તિઓ
GeneralNational

વ્હેલ માછલીની અધધ..30 કરોડ રુપિયાની ઉલટી સાથે પકડાયા ત્રણ વ્યક્તિઓ

HM News
Last updated: 10/07/2021 8:41 AM
HM News
4 years ago
Share
SHARE

કોચી,તા.10.જુલાઈ : કેરાલાના ત્રિશુર જિલ્લામાં વન વિભાગના અધિકારીઓએ ત્રણ વ્યક્તિઓ પાસેથી વ્હેલ માછલીની અધધ… 30 કરોડ રુપિયાની કિંમતની ઉલટી જપ્ત કરી છે.

આ ત્રણે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.ચોંકાવનારી વાત એ છે કે, ભારતમાં વ્હેલ માછલીની ઉલટી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.જોકે કેરલામાં આવી ઘટના પહેલી વખત સામે આવી છે.આ ત્રણે આરોપીઓ પૈકી બે રફીક અને ફૈસલ ત્રિશુર જિલ્લાના અને એક આરોપી હમ્ઝા અર્નાકુલમ જિલ્લાનો રહેવાસી છે.કેરાલાના વન વિભાગને બાતમી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.જેના ભાગરુપે ઉલટી ખરીદવા માટે વન વિભાગના અધિકારીઓએ નકલી ગ્રાહક બનીને આરોપીનો સંપર્ક કર્યો હતો અ્ને આ ગેંગને ઝડપી લેવામાં આવી હતી.વ્હેલ માછલીની લગભગ 19 કિલો જેટલી ઉલટી તેમની પાસેથી મળ્યા બાદ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.આ ઉલ્ટીની કિંમત 30 કરોડ રુપિયા જેટલી થવા જાય છે.

ભારતના કાયદા પ્રમાણે વ્હેલ માછલીની ઉલટીનો વેપાર કરવો અપરાધ છે.દુનિયામાં વ્હેલ માછલીની ઉલટી મેળવવા માટે તેમનો મોટી સંખ્યામાં શિકાર કરવામાં આવે છે.જોકે હજી સુધી આ ત્રણ આરોપીઓ પાસે આ ઉલટી કેવી રીતે આવી તે સ્પષ્ટ થઈ શક્યુ નથી.વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ભૂરા રંગનો મીણ જેવો પદાર્થ હોય છે.જે વ્હેલ માછલીના પેટમાં બને છે.માછલી સમયાંતરે તેને વોમિટ કરીને બહાર કાઢી નાંખે છે અને તે પાણી પર તરતો જોવા મળે છે.પરફ્યુમના માર્કેટમાં એમ્બરગ્રીસની બહુ બોલબાલા છે અને તેના કારણે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો ભાવ આંખો ફાટી જાય તેટલો વધારે છે.

હવે ગાયના ગોબરથી ચીનને ‘મરણતોલ ફટકો’ મારવાની તૈયારી, જાણો જબરદસ્ત પ્લાનિંગ
કોંગ્રેસ મને કાઢી મૂકે, હોળી ઉપર મારુ દહન કરી દે… રૂપિયા લઈને ટિકિટ વેચવાના આરોપસર આ નેતા દુ:ખી
સુરત : લુપ્ત થતી અથાણા બનાવવાની કળાની જગ્યાએ રેડીમેડ સ્ટાઈલથી અથાણા બનાવવાનો ટ્રેન્ડ જોરમાં
સુરત જિલ્લામાં વધુ 46 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 1133 પર પહોંચ્યો
ઉદ્ધવ ઠાકરે જૂથના સંપર્કમાં શિંદે સેનાના અનેક MLA, મંત્રી પદને લઈને પક્ષમાં છે અશાંતિ !
Share This Article
Facebook Email Print
Previous Article ‘ભાજપ કો સન્મતિ દે ભગવાન’, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પોલીસ સ્ટેશનમાં ધરણા-બોલાવી રામધૂન
Next Article સુરતમાં ડમ્પર ચાલકે મહિલા પોલીસકર્મીને અડફેટે લેતા મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up