– કોમલ પટેલે સોશિયલ મીડિયા પર કરી ટીકા
– “લોકો મરે છે મેયર વિરોધ કરવા નિકળ્યા છે”
– જેના ઘરનો મોભી જાય એને ખબર પડે જાડી ચામડી વાળા ન સમજી શકે – કોમલ પટેલ
સુરત : ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસની વચ્ચે ભાજપના કાર્યકરો જ સોશ્યલ મીડિયામાં ભાજપ નેતાઑ સામે બાંયો ચડાવી રહ્યા છે.પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ત્રીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે ત્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી જ રાજ્યમાં હિંસા વધી છે અને ભાજપનો આરોપ છે કે મમતા બેનર્જીની પાર્ટીના ગુંડાઓ દ્વારા ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે અને એવામાં ભાજપ દ્વારા આખા દેશમાં વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જોકે સુરતમાં ભાજપ નેતાઓ જ્યારે બંગાળની હિંસાનો વિરોધ કરવા નીકળ્યા ત્યારે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે જે રીતે કેસ વધ્યા અને દર્દીઓને સુવિધાના અભાવે મુશ્કેલીનો સામમો કરવાનો વારો આવ્યો હતો.આવામાં પ્રજામાં જન પ્રતિનિધિઓ સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના જ કાર્યકરો ખૂલીને ભાજપના મોટા નેતાઑ સામે બોલવા લાગ્યા છે.સુરતના પૂણા ગામના ભાજપના હારેલા મહિલા ઉમેદવાર કોમલ પટેલે શહેરના મેયર હેમાલી બોઘાવાલાને જબરી સંભળાવી છે.કોમલ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી નિશાન સાધતાં કહ્યું કે લોકો મરે છે તે સમયે મેયર વિરોધ કરવા નિકળ્યા છે,લોકોને ઓક્સિજન,રેમડેસિવિર નથી મળી રહ્યા.આવનારા સમયમાં ભાજપન જ કાર્યકર્તા ભાજપનો જ વિરોધ કરશે.જેના ઘરનો મોભી જાય એને ખબર પડે જાડી ચામડી વાળા ન સમજી શકે.ભારતીય જનતા પાર્ટીના નેતાઑ સામે પહેલેથી પ્રજામાં રોષ છે ત્યારે કોમલ પટેલની આ પોસ્ટ સોશ્યલ મીડિયામાં લોકોની ચર્ચાનો વિષય બની છે.
હાય રે મેયર…હાય હાય…
પશ્ચિમબંગાળમાં પરિણામ બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.ભાજપનો આક્ષેપ છે કે, ટીએમસી કાર્યકરો દ્વારા પોતાના કાર્યકરોને નિશાન બનાવાઈ રહ્યા છે.જેના વિરોધમાં ભાજપના કાર્યકરોએ આજે રાજ્યભરમાં પ્રતિકાત્મક ધરણા યોજ્યા હતા.પરંતુ ધરણા કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને સુરતમાં સારો અનુભવ ન થયો.અહીં ભાજપના જ કાર્યકરો એ જ ધરણા કરવા નીકળેલા નેતાને સૂરત બતાવી દીધી.
વિરોધ સાથે સાથે પુણા વોર્ડમાંથી પાલિકાની ચૂંટણી હારી ગયેલા ભાજપના ઉમેદવાર કોમલ પટેલે સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટ વિવાદ જગાવી ચુકી છે.કોમલ પટેલે પોસ્ટ મુકી છે તેમાં લોકો મરે છે અને મેયર વિરોધ કરવા માટે નિકળ્યા છે તેઓને શરમ આવવી જોઈએ. ઈન્જેક્શન મળતાં નથી અને મેયરને સસ્તી પ્રસિધ્ધિ જોઈએ છે. આવનારા સમયાં આમ જ થવાનું છે, ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના કાર્યકરો ભાજપની વિરોધમાં આવી ગયાં છે.આવી સ્થિતિ છે પરંતુ ભાજપ હાલ હોદ્દાની લ્હાણી કરી રહી છે જેના ઘરના મોભી જાય ત્યારે તેમને ખબર પડે પણ આ જાડી ચામડીવાળા સમજી નહીં શકે.કોમલ પટેલની આવી પોસ્ટના કારણે આગામી દિવસોમાં મોટો વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.


