શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપરાનું નિવેદન પોલીસે નોંધી લીધુ છે.રાજ કુન્દ્રા પોલીસ કસ્ટડીમાં છે.શર્લિને તાજેતરમાં જ રાજ કુન્દ્રા પર બળજબરીપૂર્વક કીસ કરવાનો આરોપ લગાવ્યો હતો.હવે શર્લિને એક ટ્વીટ કર્યું છે, જેના દ્વારા અભિનેત્રીએ ફરી એકવાર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.તેણે રાજ કુન્દ્રા સાથે ‘ધ શર્લિન’માં અભિનય કર્યો હતો.
‘ધ શર્લિન ચોપરા એપ’ના પહેલા શૂટની તસવીર શેર કરવામાં આવી છે.શર્લિન ચોપરાએ એક તસવીર સાથે ટ્વિટ કર્યું છે.આ તસવીરમાં રાજ કુન્દ્રા અને અન્ય વ્યક્તિ સાથે શર્લિન દેખાય છે.તેણે દાવો કર્યો છે કે આ તસવીર ‘ધ શર્લિન ચોપરા’ એપનાં પહેલા શૂટ દરમિયાન લેવામાં આવી હતી.
તેણે તસવીર સાથે લખ્યું- ‘તે 29 માર્ચ, 2019 નો દિવસ હતો. આર્મ્સપ્રાઇમ દ્વારા આયોજિત ‘ધ શર્લિન ચોપરા’ એપનું પ્રથમ કન્ટેન્ટ શૂટ થવાનું હતું.તે મારા માટે એક નવો અનુભવ હતો કારણ કે હું પહેલા ક્યારેય કોઈ પણ એપ સાથે જોડાઇ ન હતી.આશા અને ઉત્સાહનું વાતાવરણ હતું.
શર્લિનના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.મુંબઇ ક્રાઇમ બ્રાંચ સમક્ષ પોતાનું નિવેદન આપ્યા પછી શર્લિન ચોપડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે રાજ કુંદ્રાએ તેને એમ કહીને ગુમરાહ કરવામાં આવી હતી.શિલ્પાને તેના વીડિયો અને તસવીરો પસંદ આવતા હતા.રાજે મને એમ કહ્યુ કે જે શૂટ કરી રહ્યા છીએ તે ગ્લેમર માટે જરૂરી છે.
શર્લિને રાજ પર આરોપ લગાવ્યો કે મને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે આ સેમી ન્યૂડ અને પોર્ન કેજ્યુઅલ છે. દરેક આ કરે છે મારે પણ કરવુ જોઇએ.મને પણ આ અંગે ખરેખર કોઇ ખબર ન હતી. મને ખબર નહોતી કે કેમ કરવાનુ છે ક્યાંથી કરવાનુ છે ક્યારેય વિચાર્યુ ન હતુ કે હુ આ સ્કેન્ડલમાં આવી રીતે ફસાઇ જઇશ. મારે ક્રાઇમ બ્રાંચ સામે આ રીતે નિવેદન આપવુ પડશે.