સ્ટેટ જીએસટી (SGST) ટીમોએ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત અનેક શહેરોના પેટ્રોલ પંપો પર દરોડા પાડ્યાં છે.આ દરોડા દરમિયાન લાખો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, SGSTની ટીમ દ્વારા રાજકોટના પેટ્રોલ પંપો પર વેટ આકરણી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. જે પૈકી 3 પેટ્રોલ પંપો પર હજુ પણ તપાસ ચાલી રહી છે.
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ 15 પેટ્રોલ પંપ પર SGSTની ટીમે તવાઈ બોલાવી છે અને મોટી સંખ્યામાં ટેક્સ ચોરી ઝડપી છે.હાલ SGST વિભાગ દ્વારા 3 જગ્યાએથી હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે.આવા વેપારીઓની સ્થળ તપાસ કરવામાં આવતા પેટ્રોલ પંપો દ્વારા ભરવાની થતી બાકી રકમ,વેરો,વ્યાજ સહિત કુલ 11.75 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવશે તેમ નક્કી કરાયું છે.
વેટના કાયદાનો જુનો નંબર જ ચાલુ રાખી જીએસટીમાં ટ્રાન્સફર થયા વગર જ પેટ્રોલનું વેચાણ કરનારાઓ સામે એસજીએસટીએ લાલ આંખ કરી છે જેમાં શહેર અને જિલ્લામાં કુલ 13 પેટ્રોલ પંપ પર દરોડા પાડવામા આવ્યા હતા.જપ્ત કરાયેલાં ડોક્યુમેન્ટના આધારે અધિકારીઓને જાણવા મળ્યુ હતુ કે અનેક સંચાલકો તો ત્રણ-ત્રણ વર્ષથી નંબર વગર જ ધંધો કરતા હતા અને આ દરમિયાન તેઓએ રૂપિયા 25 લાખ લીટર પેટ્રોલનું વેચાણ કરી લોકો પાસે ટેક્સ ઉઘરાવી આ રકમ સરકારમાં જમા જ કરાવી નહતી.હાલ પુરતી જીએસટીએ રૂપિયા 50 કરોડની ડિમાન્ડ કાઢી છે.ભવિષ્યમાં તે વધીને રૂપિયા 70 કરોડથી પણ વધુ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, તંત્રની તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ પંપ સંચાલકો પર ગાળિયો કસાય એવી શક્યતા છે.
શહેર-જિલ્લાના કુલ 13 પંપ સંચાલકો સામે ગાળિયો કસાયો
પેટ્રોલનો ભાવ રૂપિયા 100ની નજીક પહોંચતા જ્યાં સામાન્ય લોકોની કમર ભાંગી પડી છે ત્યાં કેટલાંક પેટ્રોલ પંપ સંચાલકો ગેરરીતિ કરવામાંથી જરાય ખચકાઇ રહ્યા નથી.જીએસટી લાગુ થયાને ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં નંબર લેવાયા નહતા.આ પેટ્રોલ સંચાલકો જેટલું પેટ્રોલ વેચતા હતા તેની પર કોઈ ટેક્સ ભરતા નહતા. લોકો પાસે ટેક્સ ઉઘરાવી લેવાતો હતો પરંતુ સરકારમાં જમા કરાવાતો નહતો.રિટર્ન પણ ભરાતું હતું,આથી ડિપાર્ટમેન્ટે નંબર પણ સસ્પેન્ડ કરી દીધો હતો.
કુલ 210 કરોડથી વધુનું પેટ્રોલ-ડીઝલનું વેચાણ
અધિકારી સૂત્રો કહે છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ટેક્સ ભરાયો નથી. હાલ પેટ્રોલનો ભાવ રૂપિયા 98ની નજીક છે.જો કે, એવરેજ ભાવ 80 પણ ગણીએ તો પેટ્રોલ-ડિઝલનું વેચાણ રૂપિયા 210 કરોડનું થાય છે.એટલે કે અંદાજે 25 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થયું છે. નોંધનીય છે કે પેટ્રોલ-ડીઝલ પર 24 અને સીએનજી પર 15 ટકા ટેક્સ છે.
હજી અનેક નિશાના પર
SGSTના સૂત્રોએ કહ્યું કે હજી પણ કેટલાંક પંપ સંચાલકો છે જેમણે રીટર્ન ભર્યા નથી.આથી તમામને ત્યાં તપાસ થઈ શકે છે.હાલ જ્યાં તપાસ કરાઈ છે.
આઇટીસી પણ ગઇ
જે સંચાલકોએ નંબર લીધો નથી તેમની ITC પણ હાલ જતી રહી છે.જે મેળવવા નંબર માટે અપીલ કરવી પડશે.નંબર આવ્યા બાદ ITC ક્લેઇમ થઈ શકશે.
13 પૈકી 8 પાસે નંબર નહીં
કુલ 13 પેટ્રોલ પંપ સંચાલકો પર તપાસ દરમિયાન આઠ પાસે જીએટી નંબર ન જ નહતો.જ્યારે પાંચ પાસે નંબર હતો,પરંતુ તેઓ ટેક્સ ભરવામાં રેગ્યુલર ન હતા.આવા સંચાલકોને પાસે રૂપિયા 39 લાખની ડિમાન્ડ કાઢવામાં આવી હતી,જેમાંથી સ્થળ પર જ 15 લાખની વસુલાત કરી દેવાઈ હતી.


