લખનૌ, તા. 20 એપ્રિલ 2022, બુધવાર : ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ભાઈ-બહેને શાકભાજી વેચતી મહિલાને જાહેરમાં માર માર્યો હતો.સ્થળ પર હાજર કેટલાક પોલિસકર્મીઓએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ મહિલાને સતત માર મારતા રહ્યા હતા.આ કિસ્સામાં મહિલા કોન્સ્ટેબલ પણ ઝપાઝપીનો શિકાર બની હતી.પોલીસે હુમલો કરનાર બંને યુવક અને તેમની બહેનની ધરપકડ કરી છે.આ મામલો રાજધાની લખનૌના ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કુર્સી રોડનો છે.વીડિયો વાયરલ થતાં જ પોલીસ કમિશનર ડીકે ઠાકુરે કાર્યવાહી કરી હતી અને આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.આરોપીઓની ઓળખ આશિષ અને વિવેક તરીકે સામે આવી છે.પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.સેક્ટર-11ના રહેવાસી આશિષ અને આંચલે શાકભાજી ખરીદતી વખતે ભાવ ન ઘટાડવાને લઈને શાકભાજી વેચનારા રામ દુલારી સાથે વિવાદ કર્યો હતો.આ મામલો એટલો વધી ગયો કે રામ દુલારી અને આશિષની બહેન આંચલ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ આશિષ અને તેના પિતા બરાતી લાલે પણ મહિલાને માર મારવાનું શરૂ કર્યું હતું.આ દરમિયાન પોલીસની PRV 0522 અને મહિલા કોન્સ્ટેબલે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે પોલીસની ટીમ સાથે પણ ઘર્ષણ કર્યું હતું.પોલીસે આકરી કાર્યવાહી કરી ત્યાર બાદ બંને પક્ષો શાંત થયા હતા.
તમને જણાવી દઈએ કે, મહિલા ઉત્પીડનના પ્રકરણ અને અન્ય ઘટનાઓને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુડંબા પોલીસ સ્ટેશન અધ્યક્ષને સસ્પેન્ડ કરવા નિર્દેશ આપ્યા હતા.આ સાથે જ અન્ય એક મહિલાને માર મારવાનો મામલો સામે આવ્યો છે.જેમાં કેટલાક યુવકો મહિલાને ખરાબ રીતે માર મારી રહ્યા છે.