અમદાવાદ,તા.02 મે 2022, સોમવાર : પૂર્વ અમદાવાદમાં વિવિધ રોગચાળો કેટલી હદે વકરી રહ્યો છે તેનો અંદાજો એ વાત પરથી આવી શકે તેમ છેકે પૂર્વમાં મ્યુનિ.હોસ્પિટલ શારદાબહેનમાં ગત તા.૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધીના ૨૬ દિવસમાં જ ૩૮,૪૧૫ ‘આઉટ ડોર પેશન્ટો’ વિવિધ રોગમાં દવા લેવા આવ્યા હતા.જ્યારે ૩,૧૮૧ દર્દીઓને દાખલ કરવા પડયા હતા.આ ગાળામાં તાવની ૭૬૩ ઓપીડી આવી હતી જેમાંથી ૧૦૫ દર્દીઓને દાખલ કરી દેવાની ફરજ પડી હતી.તા.૨૫ એપ્રિલના રોજ સૌથી વધુ ૨,૦૭૦ ઓપીડી આવી હતી.
ઉનાળામાં પાણીજન્ય રોગચાળો સૌથી વધુ વકર્યો છે.પૂર્વ અમદાવાદમાં સૌથી મોટી અને કાયમી ગણાતી સમસ્યા ગટર-પાણીને લગતી છે.ગટરો ઉભરાવી, પીવાનું પાણી દુષિત આવવું, ફરિયાદો છતાંય દિવસો સુધી મરામત માટે મ્યુનિ.કોર્પોરેશનની ટીમ ન આવવી સહિતની બાબતો જનઆરોગ્યને હાની પહોંચાડી રહી છે.
મ્યુનિ.તંત્રની બેદરકારીને કારણે લોકો બીમાર પડી રહ્યા છે.ચાલીઓમાં ગંદકી, ઘર આંગણે ખુલ્લી નેક, ઉભરાતી ગટરો અને તેમાંથી આવતી માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ રોગચાળો ફેલાવી રહી છે.સફાઇ અને નિમયિત કચરો ઉપાડવામાં વેઠ ઉતારાઇ રહી હોવાથી પણ રોગચાળાને મોકળું મેદાન આ વિસ્તારમાં મળી રહ્યું છે.સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબહેન હોસ્પિટલમાં પૂર્વ અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર કરાવવા આવતા હોય છે.સ્લમ વિસ્તારમાંથી ગરીબ પરીવારો મોટી સંખ્યામાં લાભ લે છે.એપ્રિલ માસની વાત કરીએ તો એક દિવસની ઓપીડી બે હજારથી પણ વધુની જોવા મળી ચુકી છે.
એપ્રિલના ૨૬ દિવસમાં તાવના ૭૬૩ દર્દીઓએ હોસ્પિટલમાંથી દવા લીધી હતી.જેમાંથી ગંભીર હાલતમાં ૧૦૫ દર્દીઓને તો દાખલ પણ કરાયા હતા. વિવિધ ઇન્ફેક્શનને લગતા કેસો પણ આવ્યા છે.ઇલનેશ, ઇન્ફેક્શનને લગતા ૭૨૩ કેસ આવ્યા હતા.સરસપુર, નરોડા, માધુપુરા, નિકોલ, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ, ઠક્કરબાપાનગર, અર્બુદાનગર, લીલાનગર સહિતના આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શહેરીજનો શારદાબહને હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે.અમદાવાદમાં એકબાજુ ૪૪ ડિગ્રી સુધીની ગરમી ચાલી રહી છે.ત્યારે લોકોએ ખાવા-પીવામાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.બીજી બાજુ મ્યુનિ.તંત્રએ પણ અ બાબતોને ધ્યાને લઇને શહેરમાં જનઆરોગ્ય જળવાઇ રહે તે માટે ઉભરાતી ગટરો, ઘરમાં દુષિત આવતું પીવાનું પાણી, સફાઇ સહિતની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાની તાતી જરૂ