બેંગલુરુ,તા.૨૫
કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી એક રેલીમાં સ્ટેજ પરથી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવાનો વિવાદ હજી શમ્યો નથી ત્યા તો હવે કર્ણાટકના હુબલી જિલ્લામાં આવેલી સરકારી સ્કૂલની દિવાલો પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા જોવા મળ્યા છે.
આ ઘટના બાદ લોકોમાં હંગામો મચી ગયો છે. ગામના લોકો પણ સ્કૂલ પાસે ભેગા થઈ ગયા હતા. મળતી વિગતો પ્રમાણે બદમાશોએ દિવાલ પર રવિવારની રાતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લખ્યા હોવાનુ મનાય છે. એ પછી સવારે આ વાત ગામમાં પ્રસરી ગઈ હતી. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરુ થઈ ગયુ હતુ.
આ સૂત્રો લખનારાની ધરપકડ કરવાની માંગણી સાથે લોકોએ દેખાવો કર્યા હતા. એ પછી સ્કૂલ સંચાલકોએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસનુ કહેવુ છે કે, સ્કૂલના દરવાજાઓ અને દિવાલો પર સૂત્રો લખવામાં આવ્યા છે. જેની તપાસ ચાલી રહી છે. પાચ થી છ જગ્યાએ આ પ્રકારના નારા લખવામાં આવ્યા છે.
શાળાની દિવાલ-દરવાજા પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો જોવા મળતા હાહાકાર
Leave a Comment