By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શાહજહાંપુરમાં સરકારી મદરેસામાં કતલખાનું ચલાવતો હતો મૌલાના વસીઉદ્દીન, પોલીસે દરોડા પડતા 4 ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શાહજહાંપુરમાં સરકારી મદરેસામાં કતલખાનું ચલાવતો હતો મૌલાના વસીઉદ્દીન, પોલીસે દરોડા પડતા 4 ઝડપાયા
GeneralNational

શાહજહાંપુરમાં સરકારી મદરેસામાં કતલખાનું ચલાવતો હતો મૌલાના વસીઉદ્દીન, પોલીસે દરોડા પડતા 4 ઝડપાયા

HM News
Last updated: 08/08/2022 11:09 AM
HM News
3 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક મદરેસામાંથી કતલખાનું ઝડપાતાં ચકચાર મચી ગઈ છે.અહીંનો જ એક મૌલાના આ પ્રવૃત્તિમાં લિપ્ત હોવાની શંકા પોલીસ જતાવી રહી છે.શાહજહાંપુરમાં સરકારી મદરેસામાં કતલખાનું ચલાવવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે.ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના કાંત કોતવાલી સ્થિત સરકારી મદરેસામાં રવિવારે સવારે પોલીસે દરોડો પાડતા અવિશ્વસનીય દ્રશ્યો જોવા મળ્યા હતા.પોલીસને સ્થળ પરથી દોઢ ક્વિન્ટલ પશુનું માંસ ચામડા મળી આવ્યા હતા.પોલીસે શાહજહાંપુરમાં સરકારી મદરેસામાં કતલખાનું ચલાવવાના મામલામાં મૌલાના વસીઉદ્દીન સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.પશુઓના માંસની તપાસ માટે વેટરનરી વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી.

જાગરણના અહેવાલ મુજબ કાંત શહેરના પશ્ચિમ ભાગે મોહલ્લા પટ્ટીમાં સ્થિત મદ્રેસા જિલાનીમાં રવિવારે સવારે પ્રાણીઓની કતલ કરવામાં આવી રહી હતી.કેટલાક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.જાણકારી મળતા જ કોટવાલ મનોજ કુમાર ત્યાગી પોલીસ ફોર્સ સાથે મદરેસામાં પહોંચ્યા હતા.સ્થળ પરથી તેઓએ મૌલાના વસીઉદ્દીન અને તેના જમાઈ બાબર સહિત ચાર લોકોને એક ભેંસની ક્રૂરતાપૂર્વક કતલ કરતા રંગે હાથે ઝડપી પડયા હતા.પોલીસે શાદાન કુરેશી,આમિર,બાબર અને મૌલાના વસીઉદ્દીનની ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ શાહજહાંપુર જિલ્લાના રહેવાસી છે.

https://twitter.com/STVRahul/status/1556476619925008384?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1556476619925008384%7Ctwgr%5Ehb_0_10%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FSTVRahul2Fstatus2F1556476619925008384widget%3DTweet

પોલીસના જણાવ્યા અનુસાર જે મદરેસામાં પ્રાણીઓની કતલ કરવામાં આવી રહી હતી તે મૌલાના બસીઉદ્દીનનું ઘર પણ છે.ત્યાંથી પોલીસે લગભગ એક ક્વિન્ટલ ભેંસનું માંસ,પશુ કાપવાના સાધનો,જાનવરનું માથું અને ચામડા મળી આવ્યાં છે.પોલીસે આ મામલામાં IPCની કલમ 429 અને ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ 3/11(l) હેઠળ કાર્યવાહી કરી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલીક મહિલાઓ પણ ગેરકાયદેસર કાપણીમાં સહકાર આપી રહી હતી.

પોલીસ દ્વારા માંસની તપાસ માટે ચીફ વેટરનરી ઓફિસર ડૉ.જયપ્રકાશને બોલાવવામાં આવ્યાં હતા.ત્યાર બાદ પોલીસે માંસ કબજે લીધું હતું.પશુઓની કતલના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે.કોટવાલ મનોજ કુમાર ત્યાગીએ આ બાબતે જણાવ્યું હતું કે આ ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો છે.માંસનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પ્રતિબંધિત પ્રાણીનું માંસ હોવાનું સાબિત થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સચિન પાયલોટ બનશે નવા કોંગ્રેસ અધ્યક્ષ? કોંગ્રેસમાં તેજ બની અટકળો
પંજાબમાં લુધિયાણાની કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ, કોર્ટ પરિસરમાં અફરાતફરી
ગુજરાત પોલીસ વિભાગમાં 22000 જગ્યા ખાલી, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યો સ્વીકાર
રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થતા વાવેતર વધીને 51.40 ટકા
ઉમરાન મલિકનો 153 km/hrની ઝડપે જોરદાર યોર્કર, સાહાના ડાંડિયા ડૂલ, ડેલ સ્ટેન પણ ચોંક્યા, જુઓ વીડિયો
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં નૂપુર શર્માને સમર્થન કરનારા હિંદુ યુવક પર કટ્ટરપંથીઓનો હુમલો : ભાજપ નેતા નિતેશ રાણે ભડક્યા
Next Article દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંકે ફરી લોનના રેટ વધાર્યા : વ્યાજદર વધારાની હેટ્રિક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up