શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.પરંતુ તે પહેલા જ ફિલ્મ વિવાદોમાં સપડાઈ ગઈ છે.અને તેનું કારણ છે ફિલ્મના એક સોન્ગમાં દીપિકાએ પહેરેલા કપડાં.જી હા. ફિલ્મના રિલીઝ થયેલા સોન્ગમાં દીપિકાએ એક સીનમાં કેસરી રંગની બિકીની પહેરી છે.અને હિન્દુ સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે.
અયોધ્યાના મહંત રાજુ દાસે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.આટલું જ નહીં, તેમણે કહ્યું, “હું દર્શકોને અપીલ કરું છું કે જે થિયેટરમાં આ ફિલ્મ લાગે તેને બાળી નાખો,રાજુ દાસે બોલિવૂડ અને શાહરૂખ ખાન પર સનાતન ધર્મની સતત મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે.અયોધ્યાના મહંત રાજુ દાસે કહ્યું, બોલીવુડ અને હોલીવુડ સતત સનાતન ધર્મની મજાક ઉડાવવાના પ્રાયાસમાં જ હોય છે.હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું તે શોધવાનો જ પ્રયાસ કરે છે.પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી સંતો અને દેશના ભાગવા રંગને ઠેસ પહોંચાડી છે.જે બહુ જ દુઃખદ છે.
શાહરુખ ખાન હંમેશા સનાતન ધર્મની મજાક ઉડાવે
રાજુ દાસે વધુમાં જણાવ્યું હતું કે, શાહરુખ ખાન હંમેશા સનાતન ધર્મની મજાક ઉડાવે છે.તેમને પૂછ્યું હતું કે, ફિલ્મમાં કેસરી કલરની બિકની પહેરી ન્યૂડ પ્રદર્શનની જરૂર હતી ? આ બધું હિન્દૂ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જ કરવામાં આવ્યું છે.રાજુડાસે કહ્યું કે આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.હું દર્શકોને અપીલ કરું છું કે તે ફિલ્મનો બહિષ્કાર કરે અને જ્યાં પણ ફિલ્મ ચાલી રહી હોય ત્યાં થિયેટર સળગાવી દે.
શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.પરંતુ આ પહેલા તે વિવાદોમાં આવી ચુકી છે.તેનું કારણ છે ફિલ્મના એક ગીતમાં દીપિકાનો ડ્રેસ.વાસ્તવમાં,દીપિકાએ પઠાણના બેશરમ રંગ ગીતના એક સીનમાં કેસરી રંગની બિકીની પહેરી હતી.હિન્દુ સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે.હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો છે.તેઓ કહે છે કે આ ભગવો રંગ છે અને પઠાણ ફિલ્મમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે.પઠાણમાં ભગવાનું અપમાન ભારત સહન નહીં કરે.તેમણે કહ્યું- શાહરૂખ ખાન અને દીપિકાની આગામી ફિલ્મ પઠાણમાં જે રીતે ભગવા રંગના કપડા અશ્લીલ રીતે પહેરવામાં આવ્યા છે અને તેને પહેરીને બેશરમ રંગ ગીત ગાયું છે.આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે.તેમણે કહ્યું, “હું હિંદુ સમુદાયને વિનંતી કરું છું કે પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરે.”
આ ફિલ્મ મધ્યપ્રદેશમાં રિલીઝ નહીં થાય
મધ્યપ્રદેશના મંત્રીએ ચેતવણી આપી છે કે જો દીપિકાના કપડા અને ફિલ્મના કેટલાક દ્રશ્યો બદલવામાં નહીં આવે તો તેઓ તેમના રાજ્યમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં.ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું- ફિલ્મ પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણનો પોશાક ખૂબ જ વાંધાજનક છે અને ગીત નિમ્ન માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે.ગીતોના દ્રશ્યો અને કોસ્ચ્યુમમાં સુધારો કરવો જોઈએ,નહીં તો ફિલ્મને મધ્યપ્રદેશમાં મંજૂરી અંગે વિચારવું પડશે.