બુધવારે (31 ઓગસ્ટ 2022) દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઇ હતી.ઠેરઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.દરમ્યાન બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયા પર ગણેશજીની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે તેમણે ઘરે ગણેશજીની સ્થાપના કરી છે.સાથે શાહરૂખે ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી.જોકે, શાહરૂખનું આ પગલું કેટલાક કટ્ટર ઇસ્લામીઓને પસંદ નહીં આવ્યું અને તેમણે સોશિયલ મીડિયા પર શાહરૂખનો ક્લાસ લઇ નાંખ્યો હતો.
શાહરૂખ ખાને પોસ્ટ કરીને લખ્યું હતું કે, ઘરે મેં અને મારા પુત્રે ગણપતિજીનું સ્વાગત કર્યું.મોદક ખૂબ સ્વાદિષ્ટ હતા.શીખવાનું એ છે કે મહેનત,દ્રઢતા અને ઈશ્વરમાં આસ્થાથી તમે સપનાંઓ સાકાર કરી શકો છો.સૌને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ.
Ganpatiji welcomed home by lil one and me….the modaks after were delicious…the learning is, through hard work, perseverance & faith in God, u can live your dreams. Happy Ganesh Chaturthi to all. pic.twitter.com/mnilEIA1tu
— Shah Rukh Khan (@iamsrk) August 31, 2022
શાહરૂખ ખાનના ટ્વિટ અને અન્ય સોશિયલ મીડિયા પોસ્ટ નીચે ઇસ્લામીઓએ શાહરૂખને શિખામણ આપવાની શરૂ કરી દીધી હતી તો કોઈએ એમ પણ કહ્યું કે શાહરૂખ મુસ્લિમ જ નથી. ટ્વિટર પર શાહરૂખ ખાનના ટ્વિટની નીચે એક યુઝરે શાહરૂખને પ્રશ્ન કરતાં લખ્યું કે, તમે મુસ્લિમ છો કે હિંદુ? ઇસ્લામમાં આપણે માત્ર અલ્લાહમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને પયગમ્બર સંદેશાવાહક છે.
https://twitter.com/Afnanrkhan010/status/1564956499331272705?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1564956499331272705%7Ctwgr%5E66e45777b1bec943e3003091553673f5400cf39a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FAfnanrkhan0102Fstatus2F1564956499331272705widget%3DTweet
એક યુઝરે લખ્યું કે, શાહરૂખે ક્યારેય ઈદમાં નમાઝ પઢતી વખતેનો ફોટો મૂક્યો નથી.જેની નીચે અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તે ‘કાફિર’ છે અને તેની પાસેથી આવી આશા રાખવી જોઈએ નહીં.શહસવાર ખાન નામના એક યુઝરે લખ્યું હતું કે, શાહરૂખ તેના પ્રશંસકોને ખુશ કરવામાં એ ભૂલી જાય છે કે તેણે જે કર્યું છે એ પાપ છે.મને નથી લાગતું કે હવે તે મુસ્લિમ રહ્યો છે.અસદ નામના એક યુઝરે શાહરૂખને મુસ્લિમ ગણવાનો જ ઇનકાર કરી દીધો હતો.માત્ર ટ્વિટર પર જ નહીં પરંતુ ફેસબુક પર પણ શાહરૂખ ખાનની પોસ્ટ નીચેની કૉમેન્ટ્સમાં કટ્ટરપંથીઓએ શાહરૂખને શિખામણ આપી હતી.સૈયદ હબીબ નામના એક યુઝરે લખ્યું કે, આપણે મુસ્લિમ છીએ અને આપણાથી ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી શકાય નહીં.ઇસ્માઇલ નામના યુઝરે લખ્યું કે, હું તો તમને મુસ્લિમ વિચારતો હતો.અલ્લાહ તમને સાચો માર્ગ દેખાડે.
You Muslim or Hindu ? Please confirm .
In islam we believe in Allah ONLY and prophet Muhammad is the messenger!
— Lgnd.eth | Elahi.eth (@bosselahi) August 31, 2022
આદિલ ખાન નામના એક યુઝરે અલ્લાહને જ સર્વસ્વ ગણાવીને કહ્યું હતું કે, મૂર્તિપૂજા એક મોટું પાપ છે.જોકે, શાહરૂખ ખાને ગણેશ ચતુર્થી પર ઘરે ગણેશજીની સ્થાપના કરવાના કારણે પહેલીવાર ઇસ્લામીઓના રોષનો ભોગ બનવું પડ્યું હોય તેમ નથી. પાંચ વર્ષથી જ્યારે-જ્યારે શાહરૂખ આ પ્રકારની પોસ્ટ કરે છે ત્યારે ઇસ્લામીઓ તેમની ઉપર તૂટી પડે છે.ભુતકાળમાં પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા છે.
https://twitter.com/xxSHAHSAWARxx/status/1564976089348333569?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1564976089348333569%7Ctwgr%5E9c08786b155de0fda4364da054724d652657db3b%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FxxSHAHSAWARxx2Fstatus2F1564976089348333569widget%3DTweet