2008માં બનાવેલા બંગલાને 2018માં ગરેકાયદેસર ગણાવ્યો
એજન્સી, મુંબઈ
અલીબાગના થાલમાં બનેલા આલીશાન બંગલા માટે દેજા વૂ ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેડ પર 3.09 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાસુ સવિતા છીબા અને પત્ની ગૌરી ખાનની બહેન નમિતા છીબા આ કંપનીના ડાયરેક્ટર છે. આ બંગલો 2018માં બનાવવામાં આવ્યો હતો અને અહીં બોલિવૂડની ઘણી બધી હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ થયેલી છે. શાહરૂખ ખાનના 52નાં બર્થડેની પાર્ટી પણ અહીં જ ઉજવવામાં આવી હતી.
આશરે 1.3 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં એક સ્વિમિંગ પુલ અને હેલિપેડ પણ છે. 29 જાન્યુઆરી, 2018ના રોજ જ્યારે આ કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારથી દેજા વૂ કંપનીની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. જમીન ખરીદ્યા બાદ તત્કાલીન કલેક્ટર પાસેથી આ પ્લોટ પર ખેતી કરવા માટેની પરવાનગી લેવામાં આવી હતી પરંતુ બાદમાં ત્યાં ફાર્મહાઉસની જગ્યાએ નવી બિલ્ડિંગ ઉભી કરવામાં આવી જેને બોમ્બે ટેનેન્ટ્સ એક્ટ અંતર્ગત કલમ 63નો ભંગ કર્યો હોવાનું માનવામાં આવે છે.
આ મામલામાં 20 જાન્યુઆરી 2020ના રોજ કલેક્ટરે નોટિસ મોકલતા સરકારને 3.09 કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે સૂચવવામાં આવ્યું છે. દંડ ભરવાની સાથે-સાથે પ્રોપર્ટી ટ્રાન્સફરને ગેરકાયદેસર ગણવામાં આવશે પરંતુ મહારાષ્ટ્ર લેન્ડ રેવન્યૂ કોડ અને મહારાષ્ટ્ર રીજનલ ટાઉન પ્લાનિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી ચાલુ રહેશે. અલીબાગમાં કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના નિયમોનો ભંગ કરનારા બંગલાઓની વિરુદ્ધ અભિયાન ચલાવી રહેલા કાર્યકર્તા સુરેન્દ્ર ધાવલેએ જણાવ્યું કે, ‘દેજા વૂએ એડિશનલ કલેક્ટર પાસે ખેતી કરવા માટેની પરવાનગી લીધી હતી તેમ છતા ત્યાં ખેતી કરી નથી. 2007-08માં આ બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 2018માં તેને નોટિસ મોકલવામાં આવી હતી.