નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર : સુપરસ્ટાર શાહરૂખ ખાન લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે પરંતુ ફિલ્મ ‘પઠાણ’ ની સાથે એકવાર ફરીથી તેઓ જબરજસ્ત વાપસી કરવા માટે તૈયાર છે. શાહરૂખ પાસે એક પછી એક કેટલીય ફિલ્મો છે એટલા માટે તે આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ પુરૂ કરવામાં વ્યસ્ત છે.કિંગ ખાને હાલમાં જ નયનતારા અને સાન્યા મલ્હોત્રાની સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ ડાયરેક્ટર્સમાંથી એક એટલીની ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે.ત્યારબાદ તેઓ સિદ્ધાર્થ આનંદની ‘પઠાણ’ ફિલ્મનું શૂટિંગ પુરૂ કરશે અને તે બાદ રાજ કુમાર હિરાનીની સાથે પોતાની આગામી ફિલ્મથી પણ શરૂ કરનાર છે.રાજકુમાર હિરાનીની ફિલ્મના શૂટિંગને લઈને તાજી અપડેટ સામે આવી છે.
શાહરૂખ ખાન 15 એપ્રિલથી શૂટિંગ શરૂ કરશે
શાહરૂખ ખાન રાજકુમાર હિરાની ની આગામી સોશિયલ કોમેડી ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવા જઈ રહ્યા છે.રિપોર્ટસ પ્રમાણે ફિલ્મનું શૂંટિગ 15 એપ્રિલથી શરૂ થવાનું છે.પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ મુંબઈની ફિલ્મ સિટી સ્ટૂડિયોમાં કરવામાં આવશે.નિર્માતાઓએ સિટી સ્ટુડિયોમાં પંજાબના એક ગામને રિક્રિએટ કર્યું છે.મળતી માહિતી પ્રમાણે સેટ 31 માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે.
આ ફિલ્મ મલ્ટિસ્ટારર હશે
તાપસી પન્નૂ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજર આવશે.ફિલ્મમાં બોમન ઈરાની એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.જાણવા મળી રહ્યું છે કે,ફિલ્મમાં કેટલાક અન્ય લોકપ્રિય કલાકારો પણ નજર આવશે.મળતા અહેવાલ મુજબ,નિર્માતાઓ હાલમાં વિકી કૌશલ અને જિમ સરબ જેવા અન્ય કલાકારો સાથે કેમિયો રોલ માટે વાતચીત કરી રહ્યા છે,પરંતુ કાસ્ટિંગની પુષ્ટિ થવાની હજુ બાકી છે.