અમદાવાદ : શુક્રવાર : અમદાવાદમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.શાહીબાગમાં સ્વામિનારાણ મંદિર પાસે રોડ ક્રોસ કરતા યુવકનું ટ્રકની ટક્કરથી મોત થયું હતું.જ્યારે જેતલપુર પાસે સામ સામે બે રિક્ષા ટકરાઇ હતી.જેના કારણે સારવાર દરમિયાન મહિલા પેસેન્જરનું મોત થયું હતું અને એક યુવક ઘાયલ થયો હતો.શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે પગપાળા જતા યુવકનું ટ્રકની ટક્કરથી મોત ઃ જેતલપુર પાસે રિક્ષાની ટક્કથી મહિલા પેસેન્જરનું મોત
આ કેસની વિગત એવી છે કે શાહપુર નાગોરીવાડ પાસે ધનચાલ બાવાના વંડા સામે રહેતા મુકેશભાઇ મફતલાલ બાલુપા(મારવાડી)ગઇકાલે રાતે ૧૧.૪૫ વાગે શાહીબાગ સ્વામિનાયણ મંદિર સામેથી ચાલતા જતા હતા આ સમયે પોલીસ કમિશર કચેરી તરફથી પૂર ઝડપે આવી રહેલી ટ્રકે તેમને ટક્કર મારી હતી જેના કારણે તેઓના પગે અને હાથ ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળતાં ગંભીર હાલતમાં સિવિલમાં દાખલ કરવામા આવ્યા હતા.સારવાર દરમિયાન મોત થયું હતું.આ બનાવ અંગે ટ્રાફિક એલ ડિવિઝન પોલીસે ગુન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં નોરાલ ભીલ વાસ ખાતે રહેતા અજયભાઇ ભગવાનભાઇ ભીલે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સામે ગુનો નોંધાવ્યો છે તેઓ તા.૧ના રોજ પોતાની રિક્ષામાં તેના મિત્ર અને એક મહિલાને બેસાડી જતા હતા અને બારેજાથી જેતલપુર બ્રિજ તરફ જતા આ સમયે સામેથી સર્વિસ રોડ ઉપર રોંન્ગ સાઇડમાં આવતી બીજી રિક્ષા તેમની રિક્ષાને ટકરાઇ હતી જેથી રિક્ષામાં બેઠેલી મહિલા અને યુવક ઘાયલ થયા હતા.સારવાર સિવિલમાં લાવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું જ્યારે યુવક સારવાર હેઠળ છે.