– અખિલ ભારત હિન્દુ મહાસભાના એલાન બાદ બાવીસ જણની અટકાયત કરવામાં આવી
મથુરામાં ગઈ કાલે માહોલ તનાવપૂર્ણ થઈ ગયો હતો,કેમ કે અહીં અખિલ ભારત હિન્દુ મહાસભાએ શ્રીકૃષ્ણ જન્મભૂમિ કૉમ્પ્લેક્સમાં સ્થિત શાહી મસ્જિદ ઇદગાહ ખાતે ગઈ કાલે હનુમાન ચાલીસા ગાવા માટે આહ્વાન આપ્યું હતું.જોકે સોમવારે રાતથી જ અહીં સુરક્ષા-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.મથુરા જાણે છાવણીમાં ફેરવાઈ ગયું હતું.કુલ બાવીસ જણની અટકાયત કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓએ કેટલાક ઍક્ટિવિસ્ટ્સને અટકાવ્યા હતા.તેમણે દાવો કર્યો હતો કે આ ઍક્ટિવિસ્ટ્સ શ્રીકૃષ્ણ જન્મભૂમિ તરફ આગળ વધી રહ્યા હતા.આ સંગઠને ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાથી અડધા કલાક માટે હનુમાન ચાલીસા ગાવાની જાહેરાત કરી હતી.
આ સંગઠન છઠ્ઠી ડિસેમ્બરને સનાતન સમર્પણ દિવસ તરીકે ઊજવે છે. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી મસ્જિદનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.અખિલ ભારત હિન્દુ મહાસભાના આગરાના જિલ્લા વડા સૌરભ શર્માની મથુરા પોલીસ દ્વારા ભુતેશ્વર એરિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી, કેમ કે તેઓ જળાભિષેક કરવા માટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ તરફ આગળ વધી રહ્યા હતા.શાહી મસ્જિદ ઈદગાહની પાસે તહેનાત સુરક્ષા-કર્મચારીઓ. વિવાદાસ્પદ સાઇટ તરફ વાહનોને ચેકિંગ બાદ જ આગળ જવા દેવામાં આવતાં હતાં.કલમ ૧૪૪ પણ લાગુ કરી દેવામાં આવી હતી અને વિવાદાસ્પદ સાઇટ તરફ વાહનોને ચેકિંગ બાદ જ આગળ જવા દેવામાં આવતાં હતાં.મથુરાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ માર્તન્ડ પી. સિંહે કહ્યું હતું કે સિચુએશન કન્ટ્રોલ હેઠળ છે અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ કૉમ્પ્લેક્સ ખાતે શાંત સ્થિતિ છે.