– શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના પદ પરથી હટાવીને અજય ચૌધરીને તેની કમાન સોંપી છે
મુંબઈ, તા. 21 જૂન 2022, મંગળવાર : ધારાસભ્ય પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની 5 બેઠકો પર શાનદાર જીત સાથે જ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.રાજ્યના ઉદ્ધવ ઠાકરેની સરકાર પર સંકટના વાદળ છવાયા છે.મળતી માહિતી પ્રમાણે શિંદેએ સંભવત 30 જેટલા ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાખ્યા છે.તેઓ સુરતની લા મેરિડીયન હોટલમાં રોકાયા છે.
આ વચ્ચે અનેક ધારાસભ્યો સાથે સુરત પહોંચેલા એકનાથ શિંદે વિરુદ્ધ શિવસેનાએ મોટું એક્શન લીધું છે.તેમને શિવસેનાના ધારાસભ્ય દળના પદેથી હટાવી દીધા છે.શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના પદ પરથી હટાવીને અજય ચૌધરીને તેની કમાન સોંપી છે.
આ એક્શન બાદ તરત એકનાથ શિંદેએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે.અને ઉદ્ધવ ઠાકરે પર સત્તા માટે હિન્દુત્વ સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.એકનાથ શિંદે(Eknath Shinde)એ એક ટ્વિટ કર્યું છે કે, અમે બાળાસાહેબ ના કટ્ટર શિવ સૈનિક છીએ, બાળા સાહેબે અમને હિન્દુત્વનાં પાઠ શીખવ્યા છે.બાળા સાહેબ ના સિદ્ધાંતો અને આનંદ દીઘે સાહેબ નાં શીખવેલા પાઠ સાથે અમે સત્તા ખાતર છેતરપિંડી નહિ કરીએ.


