– ૫૦૦ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે
– આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા ૭, ૦૦૦ વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે જે માટે રૂ. ૬પ૦ કરોડની ફાળવણી
ગાંધીનગર,તા.૨૬
ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ ૩૧,૯૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના. ૫૦૦ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે. શાળાઓમાં સુવિધાઓ માટે ૨૫૦ કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં ૭૦૦૦ વર્ગખંડોનું બાંધકામ થશે. ૭૦૦૦ વર્ગખંડો માટે ૬૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. શાળાઓમાં ઓનલાઇન રિયલ ટાઇમ મોનિટરિંગ કરાશે. રિયલ ટાઇમ મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે ૧૮૮ કરોડની જોગવાઇ. મધ્યાહન ભોજન યોજના માટે અન્ન સંગમ યોજના. અન્ન સંગમ યોજના માટે ૯૮૦ કરોડની જોગવાઇ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ૫૫૦ કરોડ. વર્ચ્યૂઅલ ક્લાસરૂમ-જ્ઞાનકુંજ સવલત માટે ૧૨૫ કરોડ. વ્યારામાં ૧૪ કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ-તાલીમ ભવન.
કોલેજમાં ૩ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના
ટેબલેટ યોજના માટે ૨૦૦ કરોડની જોગવાઇ. ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં બાંધકામ-મરામત માટે ૧૫૫ કરોડ. સરકારી યુનિવર્સિટીઓના બાંધકામ-ભવન નિર્માણ માટે ૨૪૬ કરોડ. સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ માટે ૧૦ કરોડની જોગવાઇ. કાછલ-મહુવા, ડેડીયાપાડ, ખેરગામ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થશે. નવી ૭ ગ્રાન્ટ ઇન એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરૂ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીનો અભ્યાસક્રમ માટે ૧૨ કરોડની જોગવાઇ.
શિક્ષણ વિભાગ માટે કુલ ૩૧,૯૫૫ કરોડની જોગવાઇ
Leave a Comment