સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આગામી સપ્તાહમાં નવું સત્ર શરૂ થાય તે પહેલાની સામાન્ય સભા માત્ર 12 મીનીટમાં જ આટોપી લેવામાં આવી હતી.શિક્ષકોની ઘટ અને વિદ્યાથીઓને સુવિધા માટે શાસકોએ ચર્ચા ન કરતા વિપક્ષના સભ્યએ સભાખંડમાં જ વિરોધ પ્રગટ કયી સુરત મ્યુનિ.ની સામાન્ય સભામાં વિરોધ પક્ષ અને શાસક પક્ષ ભાઈ ભાઈની ભૂમિકામાં જોવા મળ્યા હતા પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વાર વિપક્ષે આક્રમક વિરોધ કયી હતો.સત્ર શરૂ થાય તે પહેલાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શિક્ષકોની ઘટ અંગે ચર્ચા કરવા માટે જણાવ્યું હતું પરંતુ શાસકો ભાજપ કાર્યાલય જવાની ઉતાવળમાં હોવાથી સભ્યની વાત સાંભળી જ ન હતી.માત્ર 12મીનીટમાં જ સભા આટોપી લીધી હતી.વિપક્ષી સભ્યએ આક્ષેપ કરતા કહ્યું હતુ કે,સભાની શરૂઆતમાં જ અમે શિક્ષણ સારી રીતે મળે તે માટે ચર્ચા ક૨વા માટેની વાત કરી હતી.પરંતુ શાસકોએ કોઈ પણ વાત સાંભળી ન હતી કે ચર્ચા પણ કરી ન હતી.13મીથી શાળા શરૃ કરવામા આવી છે ત્યારે શિક્ષકોની ઘટ કેવી રીતે પુરી કરવી તે મુખ્ય પ્રશ્ન છે તે અંગે કોઈ ચચા ન કરીને બહુમતિના જોરે સભા માત્ર ૧૨ મીમનીટમાં જ પુરી કરી દીધી હતી.