By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શિક્ષણ સમિતિ અધ્યક્ષની અંધશ્રદ્ધાને કારણે વિદ્યાર્થીઓને બુટ મોજા મોડા મળશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > શિક્ષણ સમિતિ અધ્યક્ષની અંધશ્રદ્ધાને કારણે વિદ્યાર્થીઓને બુટ મોજા મોડા મળશે
GeneralSurat

શિક્ષણ સમિતિ અધ્યક્ષની અંધશ્રદ્ધાને કારણે વિદ્યાર્થીઓને બુટ મોજા મોડા મળશે

HM News
Last updated: 17/06/2022 6:51 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.17 જુન 2022,શુક્રવાર : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે ત્યારે શાસકોની અંધશ્રદ્ધાના કારણે વહીવટ પર માઠી અસર પડી રહી છે.શિક્ષણ સમિતિના અધ્યક્ષની અંધશ્રદ્ધાના કારણે દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓને બુટ મોજા સમયસર નહીં મળે તે નક્કી થઈ ગયું છે.બુટ મોજાના ટેન્ડર મંજુર થયા બાદ ફાઈલ પર સહી કરવાની હતી ત્યારે અધ્યક્ષે આજે અમાસ છે તેમ કહી સહી કરી ન હતી ત્યાર બાદ અઠવાડિયા સુધી સહી ન કરતા ઓર્ડર મોડો આપ્યો છે એટલે બુટ મોજા વિદ્યાર્થીઓને વિલંબથી મળી શકે છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને આધુનિકતાના પાઠ ભણાવી રહ્યા છે ત્યારે શાસકોની ઢીલી નીતિ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આઘાતજનક જોવા મળી રહી છે.શિક્ષણ સમિતિમાં પહેલી વાર ગણવેશ સમયસર મળે તે માટે પાલિકાના શાસકો એ મહેનત કરી હતી પરંતુ શિક્ષણ સમિતિના અણઘડ શાસકોએ તેના પર પાણી ફેરવી દીધું છે.શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવ માટેની બેગના ટેન્ડરમાં બોગસ દસ્તાવેજનો મુદ્દો ગાજી રહ્યો છે તેની સાથે બુટ મોજાના ટેન્ડરનો મુદ્દો પણ બહાર આવ્યો છે.પ્રવેશોત્સવની બેગ એજન્સીએ બોગસ સર્ટિફિકેટ રજૂ કરતા મોડી મળશે પરંતુ વિદ્યાર્થીઓને બુટ મોજા શિક્ષણ સમિતિના અધ્યક્ષની અંધશ્રદ્ધાના કારણે મોડા મળશે તે નક્કી થઈ ગયું છે.

આ વર્ષે ગણવેશ સાથે બુટ મોજા પણ વેળાસર મળે તે માટે સુરત મ્યુનિ.તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.ટેન્ડરના પ્રાઈઝ બીડ ખુલી ગયા અને એક એજન્સી ના ભાવ સૌથી નીચા આવ્યા હતા તેના કારણે એજન્સીને ઓર્ડર કરવા માટેનો નિર્ણય પણ થઈ ગયો હતો.આ ફાઈલ પર શિક્ષણ સમિતિના અધ્યક્ષની સહી થાય ત્યાર બાદ જ ઓર્ડર થાય તેમ હતું.બુટ મોજા માટે લોએસ્ટ એજન્સીને કામગીરી આપવા માટેનો નિર્ણય કાર્યો અને ફાઈલ પર સહી કરવા અધ્યક્ષ ધનેશ શાહ ને કહ્યું ત્યારે તેઓએ આજે અમાસ છે તેમ કહીને સહી કરી ન હતી.ત્યાર બાદ એક સપ્તાહ સુધી તેઓએ સહી કરી ન હતી.એક અઠવાડિયા બાદ સહી કરતા હવે બુટ મોજા સમય પર મળશે નહીં તે નક્કી થઈ ગયું છે.જો અધ્યક્ષ ધનેશ શાહે અંધશ્રદ્ધા દાખવી ન હોત અને અમાસના દિવસે ફાઈલ પર સહી કરી દીધી હોત તો વિદ્યાર્થીઓને ગણવેશ સાથે સાથે બુટ મોજા પણ આપી શક્યા હોત.અમાસના દિવસે સહી ન કરવાનો અધ્યક્ષના નિર્ણય પાલિકા અને શિક્ષણ સમિતિમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

કોરોનાનો કહેરઃ ૧૨ દિવસમાં ૧૨ લાખ ટિકિટો કેન્સલઃ રેલ્વેને ૮૫ કરોડ થી વધુનુ નુકશાન
મોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ
દેશમાં ત્રીજી લહેરમાં પહેલી વખત નવા કેસ ૩.૫૦ લાખને પાર
હવે બસપાના આ દબંગ ધારાસભ્ય CBIના ઘેરામાં, તાબડતોડ કરી રેડ
કોરોના પર નિયંત્રણ મેળવવા દેશમાં સંપૂર્ણ લોકડાઉન જરૂરી, સરકાર કરે વિચાર : સુપ્રિમ કોર્ટે
Share This Article
Facebook Email Print
Previous Article વેસુ ખાતે બીઆરટીએસ સીટી બસનું ટર્મિનલ બિલ્ડીંગમાં કોમર્શિયલ એક્ટીવીટી પણ થશે
Next Article સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન : આઠ કલાકમાં અઢી ઇંચ સુધી વરસાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up