નવીદિલ્હી, તા.9 : ભારતીય ટીમના ઓપનિંગ બેટસમેન શિખર ધવન અને આયશા મુખરજી વચ્ચે તલાક થઈ ગયાના અહેવાલો આવતાં હલચલ મચી જવા પામી છે.અહેવાલોની માનીએ તો આ યુગલ 9 વર્ષ બાદ અલગ પડ્યું છે.જો કે તલાક વિશે ધવન તરફથી કોઈ જાતનું નિવેદન આવ્યું નથી પરંતુ આયશા મુખરજી નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવામાં આવેલી એક પોસ્ટ ઘણું બધુ કહી જાય છે.કોઈએ નહીં વિચાર્યું હોય કે ફેસબુક દ્વારા શરૂ થયેલી એક પ્રેમ કહાની પૂરી થયાના સમાચાર ઈન્સ્ટાગ્રામ ઉપર મળશે.આ યુગલે 2021માં એકબીજાનો હાથ પકડ્યો હતો અને 2014માં પુત્ર જોરાવરનો જન્મ થયો હતો.બન્ને પોતપોતાની જિંદગીમાં જેટલા સહજ નજર આવતા હતા એટલી જ રસપ્રદ બન્નેની પ્રેમકહાની પણ હતી.
ફેસબુક પર એક પંજાબી યુવક તસવીર જોતાં જ બંગાળી યુવતીને દિલ આપી બેઠો હતો.ત્યારબાદ ધવને કોઈ વાતની પરવાહ કર્યા વગર પોતાનાથી 10 વર્ષ મોટી અને બે બાળકની માતા આયશાને પેાતાની હમસફર બનાવી લીધી હતી.આયશાનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં રહે છે.તેના પિતા બંગાળી અને માતા બ્રિટીશ છે.કિક બોક્સર આયશાના ધવન સાથે બીજા લગ્ન હતા.બન્નેની મુલાકાત ફેસબુક મારફતે થઈ હતી.
એક દિવસ ધવન અને હરભજન સાથે બેઠા હતા અને આ દરમિયાન હરભજનના એકાઉન્ટ પર ધવને આયશાની તસવીર જોઈને તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.બન્ને મીત્ર બન્યા અને પછી વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ધવને આયશાને પ્રપોઝ કર્યું હતું.કહેવાય છે કે શરૂઆતમાં ધવનનો પરિવાર આ સંબંધથી રાજી નહોતો.
તેના પાછળ આયશાની ઉંમર ઘણી મોટી હોવા ઉપરાંત તેના તલક અને બે બાળકોની માતા હોવાનું કારણ જવાબદાર હતું.જો કે ધવને આ સંબંધ માટે પરિવારજનોને મનાવી લીધા અને પછી 2012મં બન્નેએ લગ્ન કરી લીધ હતા.ધવને આયશાની સાથે સાાથે તેની બન્ને પુત્રી રિય અને આલિયાહને પણ પોતાની નામ આપ્યું હતું.

