મુંબઇ : દરરોજ હજારો ભક્તોના એકધારા પ્રવાહથી ધમધમતા શિર્ડીના સાઇબાબાના મંદિરમાં લાઉડ-સ્પીકરના ઉપયોગ વિના આરતી કરવાના નિર્ણયનો અમલ શરૃ કરવામાં આવ્યો છે.જ્યારે શિર્ડી ગામના મુસ્લિમોએ મંદિરની બહાર આરતી સંભળાય એ રીતે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની શિર્ડી સાઇ સંસ્થાનને અપીલ કરી હતી.શિર્ડી સાઇ સંસ્થાનના ઉચ્ચ અધિકારી ભાગ્યશ્રી બનાયતે આજે મીડિયાને જણાવ્યું હતું કે મંદિરની બહાર અવાજ ન જાય એ રીતે આજથી આરતીની શરૃઆત કરવામાં આવી છે.દરમ્યાન સાઇબાબાના ભક્તોમાં માત્ર હિન્દુઓ જ નહીં મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે.એટલે જ સ્થાનિક મુસ્લિમોના પ્રતિનિધિ મંડળે મંદિરના સંચાલકોને પહેલાની જેમ આરતી ચાલું રાખવાનો અનુરોધ કર્યો હતો.


