રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.આ સાથે આ કેસમાં વધુ ઘણા નામ પણ જોડાઈ રહ્યા છે.આ દરમિયાન સોમવારે મુંબઇ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે આ કેસમાં અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું છે.ક્રાઈમ બ્રાંચે મંગળવારે સવારે 11 વાગ્યે પોર્નોગ્રાફી કેસમાં શર્લિનને પોતાનું નિવેદન નોંધવા બોલાવી છે.
આ પહેલા રવિવારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે પૂછપરછ માટે અભિનેત્રી અને મોડેલ ગહેના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને બોલાવ્યા હતા.શુક્રવારે રાજ કુંદ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.પોર્નોગ્રાફી કેસમાં મુખ્ય આરોપી રાજ કુંદ્રાને અદાલતે 27 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.દરરોજ આ બાબતમાં અનેક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.આ કેસની લિંક માત્ર મુંબઈ જ નહિ કાનપુરથી પણ જોડાયેલી છે જેની તપાસ હાલ ચાલી રહી છે.
અશ્લીલ ફિલ્મો બનાવવાના કૌભાંડમાં અભિનેત્રી ગહેના વશિષ્ઠાનું નામ પણ સામે આવ્યું છે.જ્યાં તે રવિવારે કોર્ટમાં હાજર થવાની હતી પરંતુ તે હાજર થઈ ન હતી.તે જ સમયે ગહેનાએ એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, પૂનમ પાંડે અને શર્લિન ચોપરા છેલ્લા ઘણા સમયથી નગ્ન વીડિયોમાં કામ કરી રહ્યા છે. કોઈએ તેમને આ કામમાં આગળ ધકેલી નથી.તે આ કામ પહેલાથી જ કરી રહી છે.
જેના કારણે તેના તમામ આક્ષેપો ખોટા છે.હકીકતમાં શર્લિન ચોપડા અને પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો છે કે, શિલ્પા શેટ્ટીના પતિ,ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ તેને એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

