શિવપાલે તેના પક્ષની કારોબારી,બધા એકમો અને તેની કારોબારી,પ્રવક્તા મંડળ બધું શુક્રવારે ભંગ કરી દીધું.લખનઉ: સમાજવાદી પક્ષના સંસ્થાપક સભ્ય શિવપાલસિંહ યાદવે ગમે ત્યારે પાલો બદલી શકે છેે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીથી લગભગ ઉપેક્ષિત થતાં હોવાનું અનુભવી રહેલા શિવપાલસિંહ યાદવે અલગ પક્ષ બનાવ્યો હતો.તેના પછી ૨૦૨૨માં સમાજવાદી પક્ષના પ્રતીક પર ચૂંટણી લડેલા શિવપાલ પક્ષમાં ઉપેક્ષાની લાગણીથી ગમે ત્યારે ભાજપમાં તેમના સમર્થકો સાથે ભળી શકે છે.સમાજવાદી પક્ષના સંસ્થાપક મુલાયમસિંહ યાદવની નાની પૂત્રવધુ અપર્ણા યાદવના ભાજપમાં સામેલ થયા પછી મુલાયમના નાના ભાઈ શિવપાલ યાદવ પણ ભાજપમાં સામેલ થશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે.શિવપાલ ટૂંક સમયમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કરે તેમ મનાય છે.શિવપાલ યાદવ તેમના પુત્ર આદિત્ય યાદવ સહિત હજારો સમર્થકો સાથે ભાજપનું સભ્યપદ મેળવી શકે છે.આ અંગે માનવામાં આવે છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જગતપ્રકાશ (જેપી) નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ઇનચાર્જ ધર્મેન્દ્રની હાજરીમાં શિવપાલસિંહ યાદવ પોતાના પુત્ર આદિત્ય યાદવ તથા સમર્થકો સહિત ભાજપમાં સામેલ થશે.સૂત્રોનું કહેવું છે કે શિવપાલસિંહ નવી દિલ્હીમાં ભાજપની મુખ્ય કચેરીમાં ભાજપનું સભ્યપદ લેશે.આ પહેલા શિવપાલ યાદવે શુક્રવારે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાની બેઠકમાં પોતાની બધી રાજ્ય કાર્યસમિતિઓ, રાષ્ટ્રીય અને રાજ્યના પ્રાદેશિક એકમો અને વિભાગોને ભંગ કરી દીધા હતા.તેમના આ પગલાને ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે.ઉત્તરપ્રદેશ ચૂંટણીના પરિણામ આવ્યા પછી તે પોતાના ભત્રીજા અને સમાજવાદી પાર્ટી (સપા)ના વડા અખિલેશ યાદવથી નારાજ હતા. શિવપાલે શુક્રવારે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની પ્રદેશ કારોબારી તેમજ રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક એકમોની કારોબારી તથા સંપૂર્ણ પ્રવક્તા વિભાગને તાત્કાલિક અસરથી ભંગ કર્યો છે.હાલમાં રાજકીય વિશ્લેષકો ઇટાવાના જસવંતનગરના આ વિધાનસભ્યનું વલણ કઈ દિશા તરફ છે તે નક્કી કરવામાં લાગેલા છે.

