મુંબઇ,તા.૨૨
નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પર શિવસેનાની ભૂમિકાને લઈને કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ આ અંગે એક ટ્વીટ કરી જેમાં તેમણે લખ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નાગરિકતા સંશોધન કાયદા, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ વચ્ચે જે કડીઓ છે, તેઓ સમજાવે કે કઈ રીતે એનપીઆર અને એનઆરસી જોડાયેલા છે. એનપીઆર આ માટે આધારની જેમ કામ કરશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉદ્ધવ ઠાકરે એ પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ સાથે તિવારીએ કહ્યું કે એકવાર એનપીઆર લાગુ થયો તો એનઆરસીને કોઈ રોકી શકશે નહીં. નાગરિકતા કાયદાને ભારતીય બંધારણ મુજબ બદલવામાં આવે. કારણ કે નાગરિકતા કાયદો ધર્મના આધારે બનાવી શકાય નહીં.
આ બધા વચ્ચે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને લઈને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ધમકીભર્યા અંદાજમાં ચેતવ્યા છે. અબુ આઝમીએ કહ્યું કે જે પ્રકારે કેરળ અને બંગાળમાં પ્રસ્તાવ પાસ થયો, તે જ રીતે મહારાષ્ટ્ર પણ કરે, આ કાયદાથી મુસલમાનોને પરેશાની થશે. જો મહારાષ્ટ્રમાં જનગણતરીની જેમ જ એનપીઆર લાગુ કરાયો તો ઠીક નહીં થાય. અમે તેનો વિરોધ કરીએ છીએ. હાલ અમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ભલામણ કરી રહ્યાં છીએ. પરંતુ જરૂર પડી તો અમે તેનો આકરો વિરોધ કરતા પણ ખચકાઈશું નહીં.
શિવસેનાએ એનપીઆર-સીએએ મુદ્દે સમર્થન કરતાં કોંગ્રેસ-એનસીપી લાલચોળ
Leave a Comment