– મોહન ડેલકટરના નિધનના પગલે પેટા ચૂંટણી યોજાઈ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીની લોકસભાની પેટાચૂંટણી 30 ઓક્ટોબરના રોજ યોજાઇ હતી,જેની આજે મતગણતરી થઈ હતી.જેમાં શિવસેનાના ઉમેદવાર અને પૂર્વ સાંસદ મોહન ડેલકરનાં પત્ની કલાબેન ડેલકરનો 50 હજાર કરતા વધુ મતથી વિજય થયો છે.
આ પેટાચૂંટણીમાં ચાર ઉમેદવાર લોકસભાની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.જોકે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાનાં ઉમેદવાર કલાબેન ડેલકર વચ્ચે સીધો મુકાબલો છે.સેલવાસના કરાડ સ્થિત પોલિટેક્નિક કોલેજમાં સવારે 08:30 કલાકથી મતગણતરી શરૂ થઈ હતી.અંદાજે બપોર 3 વાગ્યા સુધી મતગણતરી પૂર્ણ થઇ જશે.દાનહની લોકસભા સીટ પર મોહનભાઈ ડેલકર બે વાર હાર્યા પછી સાતમી વખત લોકસભા સીટ પર ઐતિહાસિક જીત નોંધાવી હતી.
ભાજપ અને શિવસેના વચ્ચે સીધો જંગ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીના સાંસદ મોહન ડેલકરે ગત ફેબ્રુઆરી માસમાં મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી હતી,જેથી દાદરા અને નગર-હવેલીની લોકસભા સીટ પર પેટાચૂંટણી કરવી પડી હતી. લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપના અનેક કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાત તથા મહારાષ્ટ્રના નેતાઓ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે દાનહમાં પધાર્યા હતા.શિવસેના પણ પાછળ રહી ન હતી,તેણે પણ પોતાની ફોજ મોકલાવી હતી.દાદરા અને નગર-હવેલના મતદારો કયા ઉમેદવારને લોકસભાની બેઠકનું નેતૃત્વ સોંપી દિલ્હી મોકલાવે છે અને કોની દિવાળી સુધારશે એ EVM રાઉન્ડ મુજબ ખૂલશે એટલે ખબર પડતી જશે.
મતગણતરીના આંકડા
પ્રથમ રાઉન્ડ
ભાજપ- 2888
શિવસેના- 3203
કોંગ્રેસ- 106
અપક્ષ- 25
બીજા રાઉન્ડના અંતે
ભાજપ- 5032
શિવસેના- 8646
ત્રીજા રાઉન્ડના અંતે
શિવસેના- 12268
ભાજપ- 7418