By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શિવસેનાના કાર્યકરનો વૉન્ટેડ હત્યારો પકડાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શિવસેનાના કાર્યકરનો વૉન્ટેડ હત્યારો પકડાયો
GeneralNational

શિવસેનાના કાર્યકરનો વૉન્ટેડ હત્યારો પકડાયો

HM News
Last updated: 30/12/2020 7:31 AM
HM News
5 years ago
Share
SHARE

ક્રાઇમ બ્રાન્ચની ઍન્ટિએક્સ્ટોર્શન સેલ (એઇસી)એ ૧૯ ડિસેમ્બર, ૨૦૧૯ના વિક્રોલીમાં શિવસેનાના કાર્યકર ચંદ્રશેખર જાધવ પર જીવલેણ હુમલો કરવાના આરોપસર ૪૦ વર્ષના આરોપીની શનિવારે ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ ભાંડુપના રહેવાસી સાગર જાધવ તરીકે કરવામાં આવી હતી.

વિક્રોલીના ટાગોરનગરમાં સવારે સાત વાગ્યે ક્લોઝ રેન્જથી જાધવની ગોળી મારીને હત્યા કરાઈ હતી.શૂટર સાગર મિશ્રાને રાહદારીઓએ ઝડપી લઈને તેને માર માર્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી મિશ્રાએ ઉપયોગમાં લીધેલી પૉઇન્ટ ૩૨ એમએમની રિવૉલ્વર કબજે કરી હતી અને એ રિવૉલ્વર કાનપુરની શસ્ત્રની ફૅક્ટરીની બનાવટની હોવાનું માલૂમ પડ્યું હતું.એનો માલિક મધ્ય પ્રદેશના નૈનીનો કૃષ્ણધર શિવનાથ સિંહ હોવાનું જાણવા મળ્યું હતું.થાણેથી ઝડપાયેલા આરોપી આનંદ ફડનેરે જણાવ્યું હતું કે ‘સિંહ ખંડણીખોર પ્રસાદ પૂજારીના સતત સંપર્કમાં હતો અને પૂજારીએ હુમલાનો આદેશ આપ્યો હતો.’

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ ઘટના બની ત્યારે જાધવ પૂજારીના સતત સંપર્કમાં હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જાધવ આ કેસનો વૉન્ટેડ આરોપી હતો અને તપાસ દરમિયાન અમને માલૂમ પડ્યું હતું કે તે ઘણા સ્થાનિક રાજકારણીઓ સાથે કામ કરતો હતો.’

અગાઉ ક્રાઇમ બ્રાન્ચે પૂજારીની માતા ઇન્દિરા પૂજારીની ખંડણી રૅકેટ ચલાવવામાં પુત્રને મદદ કરવા બદલ ધરપકડ કરી હતી.ઇન્દિરાએ પૂજારીના ઇશારે ગૅન્ગના સભ્યોને નાણાકીય મદદ કરી હતી.

આ દરમિયાન બીજેપીના નેતા મનોજ કોટક સાથેનો જાધવનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.જોકે કોટકે જણાવ્યું હતું કે તે જાધવને અંગતપણે ઓળખતા નથી અને રાજકારણી હોવાથી ઘણા લોકો તેમની પાસે તસવીર ખેંચાવવા આવે છે.

ભારતે સીમાવિવાદ જલદી ઉકેલવા ચીનને જણાવ્યું
પ્રજાજનોને સહાય કરવા ઉમરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
લો પરિણામ પહેલાં રૂઝાન આવવાના શરુ ! ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠા : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
વાપીથી ધરમપુરનો યુવક બંધ થયેલી 500ના દરની 600નોટ સાથે પકડાયો
અષાઢી બીજથી દ્વારિકા, સોમનાથ તીર્થોની રોજિંદી ટ્રેનો શરૂ, ૧૦થી રિઝર્વેશનનો પ્રારંભ
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈમાં 15 જાન્યુઆરી સુધી શાળા-કૉલેજો બંધ રહેશે, BMCએ નિર્ણય લીધો
Next Article હવે વિજળી સુધારણા બિલ પાછું ખેંચવા ખેડૂતોની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up