– ચૂંટણી પંચે આપેલ નિર્ણયને ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
શિવસેનાના ચિહ્નને લઈને ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણીની માંગ પર સુપ્રીમ કોર્ટે 31 જુલાઈએ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે.ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.ચૂંટણી પંચે શિંદે જૂથને ધનુષ-બાનના ચૂંટણી ચિહ્ન અને પક્ષ પર અધિકારો આપ્યા હતા, જેને ઠાકરે જૂથ દ્વારા પડકારવામાં આવ્યો છે.
Supreme Court says it will list for hearing on July 31 a plea of Uddhav Thackeray-led faction, challenging an order of Election Commission of India allotting the party name and symbol ‘bow and arrow’ to the faction led by Maharashtra Chief Minister Eknath Shinde. pic.twitter.com/t0oEwt7ZwK
— ANI (@ANI) July 10, 2023
શિવસેના ચૂંટણી ચિન્હ કેસમાં SCમાં એફિડેવિટ
15 માર્ચે ચૂંટણી પંચે શિવસેના ચૂંટણી ચિન્હ કેસમાં SCમાં એફિડેવિટ દાખલ કરી હતી.એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિન્હ આપવાનો નિર્ણય કાયદા અનુસાર જણાવતા કહ્યું કે, એકનાથ શિંદેને ચૂંટણી ચિન્હ આપવાનો નિર્ણય યોગ્ય અને કારણો સાથે આપવામાં આવ્યો છે.નિષ્પક્ષતા ન રાખવાના ઉદ્ધવ ઠાકરેના આક્ષેપો પાયાવિહોણા છે.પંચ દ્વારા આ નિર્ણય વહીવટી સ્તરે નહીં પણ બંધારણીય સ્તરે લેવામાં આવ્યો છે.આ નિર્ણય નિયમો હેઠળ અર્ધ-ન્યાયિક સંસ્થા તરીકે લેવામાં આવ્યો છે, તેથી ચૂંટણી પંચને આ મામલે પક્ષકાર બનાવી શકાય નહીં,તેથી કેસના ગુણદોષ પર તેને કંઈ કહેવાનું નથી.

