મુંબઈ,તા.21 જુન 2022,મંગળવાર : મહારાષ્ટ્રના શિવસેનાના સંભવિત 20થી વધુ ધારાસભ્યોને મુંબઈથી સુરત લાવીને ઓપરેશન લોટસના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી છે.આ બળવાના કારણે મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી-કોંગ્રેસની ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકાર પર પણ કાળા વાદળો છવાયા છે.
મહારાષ્ટ્રની શિવસેનાના સુરત આવેલ 20 ધારાસભ્યોમાંથી એક ધારાસભ્ય નીતિન દેશમુખની તબિયત લા મેરેડિયન હોટલમાં લથડતા તેમને સુરત સિવિલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.જોકે હવે આ મામલે સિવિલમાં દાખલ થયેલ નીતિન દેશમુખ નામની આ વ્યક્તિ શિવસેનાના એમએલએ નથી તેવા અનેક તર્ક-વિતર્ક વચ્ચે એમએલએ નીતિન દેશમુખની પત્નીએ મુંબઈ પોલીસમાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંજલી નીતિન દેશમુખે 21 જૂને કરેલ પોલીસ ફરિયાદ અનુસાર સાંજે 6 વાગે પતિ નીતિને ફોન કરીને રાત્રે ઘરે આવવાનું કહ્યું હતુ પરંતુ સાંજે 7 વાગે ફોન કરતા તેમનો ફોન બંધ હતો અને ત્યારબાથી તેમનો ફોન સતત બંધ આવે છે.
જોકે હવે એ જોવું રસપ્રદ રહેશે કે મહારાષ્ટ્રના નેતા જ સિવિલમાં છે નહિ અને જો તે હોટલમાં છે તો શું તેની ખાતરી કરવા સુરત આવનાર મુંબઈ પોલિસને તપાસ માટે હોટલ જવા દેવાશે કે નહિ ? આ અંગેનો આગામી સમયનો વિવાદ રસપ્રદ અને ચર્ચાસ્પદ રહેવાની સંભાવના છે.


