મુંબઈ ,તા. ૧૩ : શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત દ્વારા પક્ષના મુખપત્ર ‘ સામના ‘ માં પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતનાર મુખ્યમંત્રી મમતા બેનરજીની તુલના પૂણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલ્કર સાથે કરાતા હોલ્કર પરિવારના ભૂષણસિંહ રાજે હોલ્કરે ભારે નારાજગી વ્યકત કરી છે.
ભૂષણસિંહ રાજેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પાઠવીને જણાવ્યુ છે કે રાષ્ટ્ર પુરૂષોની તુલના કોઈ નેતા સાથે કરવામાં આવે તે ક્યારેય સહન નહી કરીએ.