By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શિવસેનાના મુખપત્ર સામનામાં અભિપ્રાય વ્યક્ત કર્યો : ‘જય શ્રી રામ બોલીને મમતા વહેલાં બાજી મારી શક્યા હોત’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શિવસેનાના મુખપત્ર સામનામાં અભિપ્રાય વ્યક્ત કર્યો : ‘જય શ્રી રામ બોલીને મમતા વહેલાં બાજી મારી શક્યા હોત’
GeneralNationalPolitics

શિવસેનાના મુખપત્ર સામનામાં અભિપ્રાય વ્યક્ત કર્યો : ‘જય શ્રી રામ બોલીને મમતા વહેલાં બાજી મારી શક્યા હોત’

HM News
Last updated: 25/01/2021 5:36 AM
HM News
4 years ago
Share
SHARE

-નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીના હોબાળા વિશે અગ્રલેખ લખ્યો

મુંબઇ તા.25 જાન્યુઆરી : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સવાસોમી જયંતીના કાર્યક્રમમાં જય શ્રી રામ બોલીને પ્રવચન શરૂ કર્યું હોત તો ભાજપ ભોંઠો પડી જાત અને મમતા બાજી જીતી જાત એવો અભિપ્રાય શિવસેનાએ વ્યક્ત કર્યો હતો.બન્યું એવું કે નેતાજીની જન્મજયંતીના ઉત્સવમાં મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાલના મુખ્ય પ્રધાન મમતા બેનરજી બંને હાજર હતાં.મમતા પોતાનું પ્રવચન કરવા ઊભાં થયાં ત્યારે ભીડે જય શ્રી રામનો પોકાર કરતાં મમતા લાલચોળ થઇ ગયાં હતાં અને ઉશ્કેરાઇને બોલવા લાગ્યા હતા. દેખીતી રીતેજ એમાં મમતાનું ખરાબ લાગ્યું હતું.

આ સંદર્ભમાં શિવસેનાના મુખપત્ર સામનામાં આજે એવો અગ્રલેખ પ્રગટ થયો હતો કે મમતાએ પોતે જય શ્રી રામ કહીને પ્રવચન શરૂ કર્યું હોત તો એ બાજી જીતી ગયા હોત અને ભાજપ ભોંઠો પડ્યો હોત.સભાજનોએ જય શ્રીરામનો પોકાર કર્યો એને મમતાએ પોતાના અપમાન તરીકે ગણ્યો હતો અને ઉશ્કેરાઇ ગયાં હતાં. સામનાના અગ્રલેખમાં એવો અભિપ્રાય વ્યક્ત કરાયો હતો કે મમતાએ આ તક ઝડપી લઇને ભાજપને ભોંઠા પાડવાની જરૂર હતી.

સામનાએ લખ્યું કે કદાચ મમતાને એમ લાગ્યું હશે કે હું જય શ્રીરામ બોલીશ તો મારા મતદારોને ખરાબ લાગશે.દરેકે પોતાના મતદારોને રાજી રાખવાના હોય છે.મમતાની પોતાની વોટબેંક છે.ભાજપ કોઇ પણ ભોગે મમતાને વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત કરવા માગે છે.ભાજપના વરિષ્ઠ નેતાઓ એટલે જ છેલ્લા થોડા સમયથી સતત પશ્ચિમ બંગાળની મુલાકાત લઇ રહ્યા હતા.અત્યાર અગાઉ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા,કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને હવે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા.સામનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતી વખતે લખ્યું કે મોદીએ પણ નોબેલ પારિતોષિક વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જેમ દાઢી અને વાળ વધાર્યા હતા.

સામનાએ ધાર્મિક અલગાવવાદ માટે મમતાને જવાબદાર ઠરાવતાં લખ્યું કે કોઇ પણ પક્ષ કે નેતાએ જનતાની ઇચ્છાને સ્વીકારવી જોઇએ.પરંતુ આપણી લોકશાહીમાં જનતાને પોતાના વિચારો તરફ આકર્ષવા જાતજાતના પ્રયાસો થાય છે જે અસહ્ય બની રહ્યા છે.ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ હવે ભાજપે પશ્ચિમ બંગાળમાં પણ લોકોમાં ભાગલા પડાવવાની રમત શરૂ કરી હતી.એને માટે મમતા બેનરજી પોતે ઘણે અંશે જવાબદાર છે.મમતાનો અતિ સેક્યુલરવાદ અને મુસ્લિમોની આળપંપાળ બહુમતી હિન્દુ પ્રજાને ખૂંચે છે.જો કે સામનાએ એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે મમતા રાજ્યના મુખ્ય પ્રધાન હોવા છતાં તેમનો અવાજ લોકો સુધી પહોંચતો નથી.સંસદીય ચૂંટણીમાં ભાજપે 14 બેઠકો જીતી લીધી એ હકીકત પણ મમતા માટે ચિંતાજનક છે. પરંતુ બંગાળની આ વાઘણ (બેંગાલ ટાઇગ્રેસ) સડકો પર લડવાવાળી છે અને લડતી રહેશે એમાં કોઇ શંકા નથી.

ઇટલીના એક ભાઇ સાહેબ પત્ની સાથે ઝઘડ્યા પછી ગુસ્સામાં ચાલ્યા પૂરા ૪૧૮ કિલોમીટર
મા કાલી વિશે ટિપ્પણી કરનાર ટીએમસી સંસદસભ્ય મોઇત્રા વિરુદ્ધ થઈ ફરિયાદ, શશી થરૂરે આપ્યું સમર્થન
મૂળ માલિક બની બીજાની જમીન વેચીને 50 લાખની ઠગાઈના કેસમાં મહિલા સહિત ત્રણની ધરપકડ
મોંઘવારીની આગ: દેશમાં જથ્થાબંધ ભાવો ફેબ્રુઆરીમાં 13.11 ટકા વધ્યા
સેલવાસમાં ગુજરાતના લવાછા ગામના લોકો મેળવી શકશે પ્રવેશ
Share This Article
Facebook Email Print
Previous Article ટીઆરપી સ્કેમમાં ફૂટ્યો નવો ફણગો, ‘અર્ણબે મને 12 હજાર ડૉલર્સ અને 40 લાખ રૂપિયા આપ્યા’, બાર્કના પાર્થો દાસગુપ્તાનો સનસનીખેજ દાવો
Next Article વડોદરામાં લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી કરતા 3 બુટલેગરોને પોલીસે પકડી પાડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up