By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકનો પુત્ર ઈડી સમક્ષ હાજર થયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકનો પુત્ર ઈડી સમક્ષ હાજર થયો
GeneralNational

શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકનો પુત્ર ઈડી સમક્ષ હાજર થયો

HM News
Last updated: 24/12/2020 5:49 AM
HM News
5 years ago
Share
SHARE

શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકના પુત્ર વિહંગ સરનાઇક ગઈ કાલે કથિત રીતે મની લોન્ડરિંગના કેસમાં તપાસકર્તા એજન્સીના પ્રશ્નોનો સામનો કરવા ઈડી સમક્ષ હાજર થયા હતા. વિહંગ સરનાઇક આ બીજી વખત તપાસકર્તા એજન્સી સમક્ષ ઉપસ્થિત થયા છે.વિહંગ સરનાઇક બપોરે લગભગ ૧૨ વાગ્યે ઈડીની દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઑફિસ પહોંચ્યા હતા.આ અગાઉ ૧૦ ડિસેમ્બરે ઈડી દ્વારા તેમના પિતાની પૂછપરછ કરવામાં આવી હતી.

૨૪ નવેમ્બરે ઈડીએ પ્રતાપ સરનાઇક,ટોપ્સ ગ્રુપ અને તેના પ્રમોટર રાહુલ નંદા તેમ જ અન્યની મુંબઈ તેમ જ નજીકના થાણે વિસ્તારમાં આવેલી મિલકતની તપાસ શરૂ કરી હતી.તપાસ બાદ ઈડીના અધિકારીઓએ વિહંગ સરનાઇકને તેમના રહેઠાણ પરથી લઈ જઈને પૂછપરછ કરી હતી.મહિને ઈડીએ પ્રતાપ સરનાઇક અને ટોપ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર એમ. શશીધરનની પીએમએલએ હેઠળ ધરપકડ કરી હતી.

ટોપ્સ ગ્રુપના ભૂતપૂર્વ કર્મચારી રમેશ અય્યર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે કેસ દાખલ કરાયો હતો.

રમેશ અય્યરે તેની ફરિયાદમાં એવો દાવો કર્યો હતો કે એમએમઆરડીએ સાથેના કૉન્ટ્રૅક્ટ હેઠળ કંપનીએ ૩૫૦થી ૫૦૦ સુરક્ષાકર્મીઓ પૂરા પાડવાના હતા તેમાંથી ટોપ્સ ગ્રુપે ૭૦ ટકા સુરક્ષાકર્મીઓ પૂરા પાડ્યા હતા.એમએમઆરડીએ દ્વારા ચૂકવવામાં આવેલા પૈસાનો આંશિક હિસ્સો આરોપીના ખાતામાં પહોંચાડાયો હતો. શિવસેનાએ વિધાનસભ્યની મિલકત પર કરાયેલા દરોડાને રાજકીય બદલાની ભાવનાથી લેવાયેલું પગલું ગણાવ્યું હતું.

૫૬ વર્ષના પ્રતાપ સરનાઇક મહારાષ્ટ્ર વિધાનસભામાં થાણેના ઓવળા-માજિવાડા વિધાનસભા મતદાર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ પક્ષના પ્રવક્તા પણ છે.

મહુવાના તરસાડીના ખેતરમાંથી દારૂ ઝડપાયો
ગુજરાતમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારા પાસેથી 500 રૂપિયાનો દંડ
મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધ થાય છે
સારોલી કુબેરજી માર્કેટના રાજસ્થાની વેપારી વિરુદ્ધ રૂ.3.17 કરોડની ઠગાઈની ફરિયાદ
મિલમાં પતરા પર ચઢેલા બે મજૂર અકસ્માતે નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ
Share This Article
Facebook Email Print
Previous Article મુલુંડની ગુજરાતી ગૃહિણીએ ગળાફાંસો ખાધો
Next Article 1 જાન્યુઆરીથી ફોર-વ્હીલર્સ માટે FASTag ફરજિયાત રહેશે, જો હજુ ઇન્સ્ટોલ કરવામાં ન આવે તો તેના વિશે બધું જ જાણો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up