મુંબઈ : મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે જણાવ્યું હતું કે પાર્ટી અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે એમવીએ મોરચામાંથી બહાર આવવંુ જરુરી છે. છેલ્લા અઢી વર્ષમાં એમવીએ એટલે મહાગઠબંધનથી શિવસેનાને ભારે નુકસાન પહોંચ્યું છે.
આ સાથે જ એકનાથ શિંદેએ એવો પણ દાવો કર્યો છે કે મને શિવસેનાના ૩૪ ધારાસભ્યોનું સમર્થન છે.આ સાથે જ એકનાથ શિંદેએ પોતાને શિવસેનાના નેતા જાહેર કર્યા હતા અને આ માટે સમર્થકો સાથે મળીને એક ઠરાવ પણ પસાર કરી દીધો હતો.જ્યારે બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદેને પક્ષે પદ પરથી હટાવી દીધા હતા.એકનાથ શિંદે દ્વારા બુધવારે એક પત્ર પણ જારી કરવામાં આવ્યો હતો જેમાં ૩૪ ધારાસભ્યોની સહી હોવાનો દાવો તેમણે કર્યો હતો.આ પહેલા શિવસેનાના નેતા સુનિલ પ્રભુએ શિંદે સહિતના બધા જ ધારાસભ્યોને પત્ર લખીને મુંબઇમાં સાંજે પાંચ વાગ્યે પક્ષની બેઠકમાં હાજર રહેવાનો આદેશ જારી કર્યો હતો.
જોકે શિંદેએ પ્રભુને જ પદ પરથી હટાવી દીધા હોવાનો દાવો કર્યો હતો.હાલ બળવાખોર ધારાસભ્યો ભાજપ શાસિત આસામની રાજધાની ગુવાહાટીમાં છે.બીજી તરફ શિંદે ગુ્રપના નિતિન દેશમુખ આસામ પહોંચ્યા તેના થોડા જ સમય બાદ મુંબઇ પાછા ફરી ગયા હતા.તેઓ ગુવાહાટી એરપોર્ટ પર છોડો સમય રોકાયા હતા બાદમાં શિવસેનાના અન્ય નેતાઓની સાથે નાગપુર રવાના થઇ ગયા હતા.