– શિવસેના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મેદી પર સાધ્યું નિશાન.તેમને મોદીના ગુજરાત પ્રવાસની ટીકા કરી હતી.ચક્રવાત તાઉ તે થી થયેલા નુકસાન બાદ વડાપ્રધાન મોદીએ કર્યો હતો ગુજરાતનો એરિયલ સર્વે.
શિવસેના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતન પર ટીકા કરતા કહ્યું કે, “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સક્ષમ મુખ્ય પ્રધાન છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી થઈ હશે કે તેઓ કોઈપણ સંકટનો સામનો કરવા સક્ષમ છે, અને જ્યાં નબળી સરકાર છે ત્યાં તેમને સર્વે કરવા જવું પડ્યું.મને નથી લાગતું કે જો તેઓ લોકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તેઓએ તેને જુદી જુદી રીતે જોવાની જરૂર છે.એટલા માટે જ મોદી મહારાષ્ટ્ર આવ્યા ન હતા,પરંતુ માત્ર ગુજરાત પ્રવાસ પર ગયા હતા.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા તાઉ તે થી નુકસાન પામેલા ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાનો એરિયલ સર્વે કર્યો હતો.ગીર સોમનાથ,ભાવનગર,અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં તાઉ તે વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી છે.ગુજરાત સરકારે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગેનો સર્વે હાથ ધર્યો છે.સૌથી વધુ નુકસાન,ખેતી,માર્ગ-મકાન,ઉર્જા,પશુપાલન,મતસ્યદ્યોગ,બંદર વિભાગને થવા પામી છે.
ગુજરાતના પ્રાથમિક સર્વે અનુસાર 3000 કરોડથી વધુનુ નુકસાન થયુ છે.જો કે નુકસાનનો સાચો આકડો સર્વે પુરો થયા બાદ જ સામે આવશે.પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ,એરિયલ સર્વે બાદ ગુજરાતના ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરીને નુકસાનનો અંદાજ મેળવશે અને તેના આધારે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વિશેષ રાહત પેકેજ ફાળવવાની જાહેરાત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.