મુંબઈ : બીજેપી નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ બુધવારે કોર્ટમાં શિવસેના સાંસદ સંજય રાઉત(Sanjay Raut)વિરુદ્ધ ફોજદારી માનહાનિની ફરિયાદ(Defamation Case)દાખલ કરી છે.રાઉતે તેમના પર 100 કરોડ રૂપિયાના શૌચાલય કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.મેધાએ સેવરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરેલી તેણીની ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાઉતના આરોપો,જે ગયા મહિને લગાવવામાં આવ્યા હતા,તે પાયાવિહોણા અને બદનક્ષીભર્યા હતા.કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ ફરિયાદમાં કહ્યું છે કે મીડિયા સામે આપવામાં આવેલા આરોપીઓના નિવેદનો બદનક્ષીભર્યા છે.સામાન્ય લોકોની સામે તેમની છબી ખરાબ કરવા માટે નિવેદનો આપવામાં આવ્યા છે.