– શ્રીરામ એક આસ્થાનું નામ છે, તેના પર રાજનીતિ ન કરી શકાયઃ અલ્વી
નવી દિલ્હી, તા. 12 નવેમ્બર : ઉત્તર પ્રદેશના સંભલ ખાતે કોંગ્રેસી નેતા રાશિદ અલ્વીએ ‘જય શ્રી રામ’ મુદ્દે એક નિવેદન આપેલું જેની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જામી છે. જોકે ભાજપના અનેક નેતાઓએ માત્ર 10 સેકન્ડનો એક વીડિયો શેર કરીને રાશિદ અલ્વી પર હિંદુ વિરોધી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે પરંતુ રાશિદ અલ્વી દ્વારા આ આરોપો નકારી દેવામાં આવ્યા છે.
હકીકતે સંભલ ખાતે એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી નેતા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે, હાલ ‘જય શ્રી રામ’ બોલનારા કેટલાક લોકો સંત નહીં પણ રાક્ષસ છે.આ નિવેદન પહેલા તેમણે રામાયણના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો.જ્યારે સંજીવની બુટ્ટી લેવા માટે હનુમાનજી હિમાચલ જઈ રહ્યા હતા ત્યારે એક રાક્ષસે સંતનો વેશ ધરીને હનુમાનજીને રોકવા માયાજાળ રચી હતી.

