કોરોના વાયરસની વેક્સીનનો ડોઝ લીધા બાદ દારૂ પી શકો કે નહીં? આ એક એવો સવાલ છે કે જેનાથી કેટલાક લોકોને વેક્સીન ડોઝથી દૂર રહે છે,પરંતુ હવે સરકારની ગાઈડલાઇન કહે છે કે વિશેષજ્ઞો અનુસાર, આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે દારૂ પીવાથી વેક્સીનની ઇફેક્ટિવનેસ ઓછી થાય છે.આ સ્પષ્ટીકરણ એવા સમયે સામે આવ્યું છે,જ્યાં ભારતમાં 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીન લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે.ઉલ્લેખનીય છે કે આ સવાલ ગયા વર્ષે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે રશિયાઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તાતિયા ગોલિકોવાએ કહ્યું હતું કે રશિયાઈ વેક્સીનની શરીર પર થનારી અસરમાં 42 દિવસ લાગે છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધી દારૂથી દૂર રહેવાની જરૂર છે.રશિયાઈ વેક્સીન સ્પુતનીક Vને લઈને રશિયાની સરકારે ગાઈડલાઇન પણ જાહેર કરી હતી. આ વાતને લઈને આખી દુનિયામાં બહેસ છેડાઈ ગઈ હતી.આપણે ત્યાં પણ વિશેષજ્ઞોનું કહેવું હતું કે સારું હશે કે દારૂનું સેવન ન કરો, કેમ કે તે તમારી ઇમ્યુનિટીને નબળી કરી શકે છે.ભારતમાં સ્વાસ્થ મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ FAQsમા દારૂ પીવા કે ન પીવાની સીધી કોઈ સલાહ આપવામાં આવી નથી.ગાઈડલાઇન કહે છે કે અત્યાર સુધી વેક્સીનની ઇફેક્ટિવનેસ પ્રભાવિત થવાના પુરાવા સામે આવ્યા નથી.ત્યારબાદ પણ કેટલાક વિશેષજ્ઞ કહી રહ્યા છે કે સારું હશે કે દારૂ ન પીઓ.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં વેક્સીનને લઈને લોકોમાં ડર છે અને તેનું એક મોટું કારણ દારૂ પણ છે. આજ કારણે જ્યારે ગયા વર્ષે રશિયાએ ગાઈડલાઇન જાહેર કરી તો આખી દુનિયામાં આ મુદ્દે બહેસ છેડાઈ ગઈ હતી.અમેરિકન સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) અને UKમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ કે સરકારે દારૂ વિરુદ્ધ કોઈ એડવાઇઝરી જાહેર કરી નહોતી એટલે કે એમ નહોતું કહ્યું કે બે ડોઝ વચ્ચે તમારે દારૂથી દૂર રહેવાનું છે કે નહીં.
જોકે UKમા મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ પણ કહ્યું છે કે આલ્કોહોલથી કોરોના વાયરસની વેક્સીનની ઇફેક્ટિવનેસ પ્રભાવિત થાય છે. આ વાતના કોઈ પુરાવા ન મળ્યા. અમે સૂચન કરીએ છીએ કે વેક્સીન લગાવનારા લોકોએ આ વાત પોતાના હેલ્થકેર પ્રોફેશનલ સાથે કરવી જોઈએ.કન્ઝ્યુમર રાઇટ્સ પ્રોટેક્શન અને હ્યુમન વેલ બીઈંગ પર સર્વિલાન્સ માટે રશિયાઈ ફેડરલ સર્વિસની પ્રમુખ એના પોપોવાએ ગયા વર્ષે રેડિયોને એક ઇન્ટરવ્યૂમાં કહી દીધું હતું કે વેક્સીન માટે પહેલા ડોઝથી બે અઠવાડિયા પહેલા અને બીજા ડોઝના બે અઠવાડિયા પછી સુધી દારૂ પીવાનો નથી.એટલે કુલ મળીને 8 અઠવાડિયા એટલે કે બે મહિના સુધી દારૂ વિના રહેવું પડશે.
કોઈ પણ વેક્સીન માટે દારૂ કેટલો ખરાબ હોય શકે છે, એ જાણવા માટે આપણે વર્ષ 2012મા જવું પડશે. વર્ષ 2012મા સ્વીડનમાં એક રિસર્ચ થયું હતું.દારૂ પીનારા લોકોને બેક્ટિરિયલ નૉમિનિયાની વેક્સીન આપવામાં આવી તો ઇમ્યુન રિસ્પોન્સ ન દેખાયો.રિસર્ચર્સે એવરેજ 30 મિલી લીટર દારૂને તેનું કારણ બતાવ્યું. અત્યાર સુધી દારૂનું સેવન અને ઇમ્યુન સિસ્ટમના સંબંધ પર જેટલી પણ સ્ટડી થઈ છે, એ જણાવે છે કે ખૂબ દારૂ પીનારા લોકોને ઇન્ફેક્શનનું જોખમ વધારે રહે છે.
UKમા યુનિવર્સિટી ઓફ એડિનબરાના ઇમ્યુનોલૉજીસ્ટ એલિએનોર રાઈલીએ કહ્યું કે ખૂબ દારૂ પીનારા લોકોને ઘણી સમસ્યા થાય છે અને નબળા ઇમ્યુન ફંક્શન તેમાંથી એક છે.ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પોલ ક્લેનરમેનનું કહેવું છે કે લાંબા સમયથી તમે પુષ્કળ દારૂ પી રહ્યા છો તો નિશ્ચિત રૂપે ઇમ્યુનિટી પર અસર પડશે.એ સ્પષ્ટ નથી કે શું ઓછા પ્રમાણમાં દારૂ લેવાથી પણ ઇમ્યુનિટી પર અસર પડશે? એટલે સાવધાની જરૂર રાખો.

